Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અરવલ્લી: આર્થિક સકડામણના કારણે પતિ-પત્નીએ બે બાળકો સાથે કરી આત્મહત્યા

અરવલ્લી: આર્થિક સકડામણના કારણે પતિ-પત્નીએ બે બાળકો સાથે કરી આત્મહત્યા

0
51

કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે અનેક લોકોના નોકરી, ધંધાને અસર પહોંચી છે, જેને પગલે લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આની અસરથી ગુજરાત પણ બચી શક્યું નથી. આજે અરવલ્લી જિલ્લામાં દિલ કંપાવી દેનાર ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવી લીધુ છે.

અરવલ્લી જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોએ સામુહિક આપઘાત કરી લેવાની હૃદયદ્રાવક ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પતિ પત્ની અને બે બાળકો ગળે ફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ ગામના સીમમાં રહેતા એક પરિવારે આત્મહત્યા કરી લીધી છે. પતિ-પત્ની અને બે બાળકોએ એક સુકા ઝાડ સાથે દોરડું બાંધી સામુહિક આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારે આર્થિક સકડામણના કારણે આત્મહત્યા કરી લીધી છે.

સ્થાનિકોની પ્રાથમિક પુછપરછમાં આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે હાલમાં વધુ પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ઘટના સ્થળની મુલાકાત લેતા પ્રથમ દ્રશ્યમાં પહેલા બે બાળકોની માતા-પિતાએ હત્યા કરી તેમને ઝાડે લકાવ્યા પછી પોતે પણ ઝાડ સાથે દોરડું બાંધી લટકી આપઘાત કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. મૃતકોમાં કાલુસિંહ વક્તાજી પરમાર, પત્ની જ્યોતિબેન કાલુસિંહ પરમાર, બે દીકરા મયંક પરમાર અને ટેડિયો પરમાર હોવાનું જાણવા મળ્યું છે.