Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. 59.25 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. 59.25 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

0
57

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ 59.25 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ ફ્લાય ઓવરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ ગાંધીધામ નગરને આપી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ 30 પ્રોજેકટ માટે રૂ. 890 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 156 કરોડ રૂપિયાની જોગવાઇ 2021-22ના વર્ષ માટે કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat