ગાંધીનગર: રાજ્ય સરકારના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે. પંકજ કુમારની ટર્મ 31 જાન્યુઆરીએ પૂર્ણ થતા રાજકુમાર મુખ્ય સચિવ બનશે.
Advertisement
Advertisement
કોણ છે રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાજકુમાર?
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 જાન્યુઆરીએ રિટાયર્ડ થતા પંકજ કુમારના અનુગામી તરીકે IAS રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે. રાજકુમાર 1987 બેંચના ગુજરાત કેડરના અધિકારી છે. રાજકુમાર હાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
રાજકુમાર ઉત્તર પ્રદેશના બદાઉનના રહેવાસી છે, તે 1987 ગુજરાત કેડરના અધિકારી છે, તેમણે IIT કાનપુરથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. જાપાનના ટોક્યોમાં પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.
Advertisement