Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સુરત નગરપાલિકામાં વધુ એક નિવૃત આઈએસ એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક

સુરત નગરપાલિકામાં વધુ એક નિવૃત આઈએસ એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક

0
804

અનિલ પુષ્પાંગદન,ગાંધીનગર:સુરત શહેરમાં કોરોનાના કેસો વધવાના કારણે ગુજરાત સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. સરકારે 4 દિવસ પહેલા બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂક આપી હતી. ત્યારબાદ આજે વધુ એક નિવૃત કલેક્ટર એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક કરી છે.

અમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સુરતમાં કોરોનાના કેસો વધવાના કારણે સરકારે નિવૃત સનદી અધિકારીઓને પુન:નિયુક્તિ કરી રહી છે. સરકારે ગયા ગુરુવારે બીપી મચ્છાર અને આર.જે.માકડિયાની સુરત મહાનગરપાલિકમાં OSD તરીકે નિમણૂંક કરી. હવે આ બે નિમણૂકના 4 દિવસ બાદ રાજય સરકારે વધુ એક નિવૃત કલેક્ટર એસ.કે.લાંગા પુન:વરણી કરી છે. નિવૃત સનદી અધિકારી એસ.કે.લાંગા ગયા ઓગષ્ટ મહિનામાં ગાંધીનગર કલેક્ટરપદેથી નિવૃત થયા હતા.

સુરત શહેરમાં કોરોનાના કેસો વધવાના કારણે સુરત મહાનગરપાલિકામાં કામગીરી શકે તેવા અધિકારીઓને OSD તરીકે નિમણૂંક આપી છે. એસ.કે.લાંગાને સુરત મહાનગરપાલિકામાં એક વર્ષ માટે મુકવામાં આવ્યા છે. આ અગાઉ વલસાડ કલેક્ટર તરીકે નિવૃત થયેલા સી.આર.ખરસાણને અમદાવાદ મહાનગરપાલિકામાં OSD તરીકે નિમણૂંક આપી હતી. સરકારે એક મહિનામાં ચાર નિવૃત અધિકારીઓને નિમણૂંક આપીને અધિકારીઓ ઉપર તમામ જવાબદારી નાખી દીધી છે.

સુરતમાં કોરોનાના કેસો વધતા બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂંક અપાઇ