Gujarat Exclusive > આપણી જરૂરિયાત > Twitter પર બ્લૂ ટિક માટે જલ્દી કરી શકશો અરજી, આ છે ક્રાઇટેરિયા

Twitter પર બ્લૂ ટિક માટે જલ્દી કરી શકશો અરજી, આ છે ક્રાઇટેરિયા

0
163

નવી દિલ્હી: માઇક્રો બ્લૉગિગ વેબસાઇટ Twitter પર બે રીતની પ્રોફાઇલ હોય છે. એક તે જેમાં બ્લૂ ટિક હોય છે અથવા વેરિફાઇડ એકાઉન્ટ અને બીજુ નૉન વેરિફાઇડ એકાઉન્ટ. ટ્વિટર યૂજર્સ ખાસ કરીને એમ ઇચ્છે છે કે તેમનું એકાઉન્ટ વેરિફાઇ થઇ જાય અને તેમણે બ્લૂ ટિક મળી જાય. પહેલા ટ્વિટર વેરિફિકેશન માટે અરજી કરવામાં આવતી હતી પરંતુ તેને બંધ કરી દેવામાં આવી હતી.

ટ્વિટર વેરિફિકેશન કંપની ખુદ કરે છે. કંપનીએ 2018માં વેરિફિકેશન માટે પબ્લિક એપ્લિકેશન બંધ કરી દીધી હતી પરંતુ હવે ફરી એક વખત તે શરૂ થવાની છે. કંપનીએ ગત વર્ષે કહ્યુ હતું કે 2021થી પબ્લિક વેરિફિકેશન આવી જશે. જોકે, કંપનીએ હજુ તેની જાહેરાત કરી નથી.

વેબ ડેવલપર Jane Manchun Wongએ એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે, તેમણે દાવો કર્યો છે કે ટ્વિટરના નવા વેરિફિકેશન રિકવેસ્ટ ફોર્મ પર કામ ચાલી રહ્યુ છે. આ સ્ક્રીનશૉટમાં જોઇ શકાય છે કે Twitter વેરિફિકેશન માટે શું ક્રાઇટેરિયા હશે અને યૂઝર્સને શું સબમિટ કરવુ પડશે.

વેરિફિકેશન પહેલા એલિજિબલ થવુ પડશે. અહી અલગ અલગ કેટેગરી છે- જેમ કંપની, એક્ટિવિસ્ટ, સરકારી અધિકારી, પત્રકાર અને ઇન્ફ્લૂએન્સર. એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આઇકાર્ડ આપવા પડશે. આ સિવાય તમારે જણાવવુ પડશે કે તમારૂ એકાઉન્ટ વેરિફાઇ કેમ કરવામાં આવે. તમારે કેટલીક લિંક્સ આપવી પડશે જ્યા તમારા વિશે ઉલ્લેખ છે, ન્યૂઝ કવરેજ અથવા Wikipedia પેજ છે.

વેરિફિકેશન માટે યોગ્યતાની વાત કરીએ તો અહી- એક્ટિવિસ્ટ, કંપની, એન્ટરટેઇનમેન્ટ ગ્રુપ, સરકારી અધિકારી, પત્રકાર અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ એંટિટિને જ વેરિફાઇ કરવામાં આવશે. જેની માટે સરકારી આઇડી અપલોડ કરવી પડશે. ટ્વિટરને તમે તમારા વિશે ન્યૂઝ કવરેજની લિંક, ગૂગલ ટ્રેડ્સ, Wikipedia આર્ટિકલ અથવા ઓફિશિયલ લીડરશિપ વેબસાઇટની લિંક આપશો.

આ પણ વાંચો: એન્ટી કોરોના દવા 2DGના 10,000 ડોઝ તૈયાર, એક બે દિવસમાં દર્દીઓને મળવા લાગશે

પુરી પ્રક્રિયા બાદ તમે ફોર્મ ભરીને ઓનલાઇન સબમિટ કરશો અને તે બાદ ટ્વિટરના રિસ્પોન્સની રાહ જોવી પડશે. જો ટ્વિટરને લાગશે કે તમારૂ પ્રોફાઇલ વેરિફાઇડ થવુ જોઇએ તો તમને બ્લૂ ટિક મળશે નહી તો તમારી અરજી ફગાવી દેવામાં આવશે અને કેટલાક સમય બાદ ફરી અરજી માટે કહેવામાં આવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat