Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના: ₹ 1 લાખની લોન માટે 21-મેંથી કરી શકશો અરજી

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના: ₹ 1 લાખની લોન માટે 21-મેંથી કરી શકશો અરજી

0
7903

ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે ઉભી થયેલી સંકટની સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી રાજ્યના નાના વેપારીઓ, કારીગરો અને મજૂર વર્ગના ધંધા-રોજગારને પુન:પાટા પર લાવવાના ઉદ્દેશ્યથી “આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. 2 ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવી રહેલા આ લોન માટે આગામી 21-મેથી અરજી કરી શકાશે.

આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપતા જણાવ્યું કે, આગામી 21-મેથી લઈને 31-ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. આ અરજી રાજ્યની અંદાજે 1 હજાર જેટલી જિલ્લા સહકારી બેંકની શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક અને 7 હજારથી વધુ ક્રેડિટ સોસાયટી સહિત 9 હજાર સ્થળો પરથી પ્રાપ્ત થઈ શકશે. જેમાં 10 લાખ લોકોને ત્રણ વર્ષ માટે આ લોન કોઈ પણ ગેરન્ટી વિના આપવામાં આવશે. જેમાં ધોબી, નાયી, પ્લંબર, ઈલેક્ટ્રિશિયન, નાના દુકાનદાર, રિક્ષા ચાલકો જેવા લોકોને લોન આપવામાં આવશે.

આ લોન મેળવવા માંગતા લાભાર્થીઓએ માત્ર એક અરજી કરવાની રહેશે. જેના આધારે તેમને લોન મળશે. આ યોજના અતર્ગત મળેલી લોનમાં 6 મહિના સુધી કોઈ હપ્તો ભરવાનો નહીં રહે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

આખરે ચોરી પકડાઈ! ચીનમાં 84 હજાર નહી 6.4 લાખ કોરોનાથી સંક્રમિત, લીક ડેટામાં થયો ખુલાસો