Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર કેસમાં આશિષ મિશ્રાની જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

લખીમપુર કેસમાં આશિષ મિશ્રાની જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

0
6

લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કરવા માટે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજી લખીમપુર ખેરી કેસના મુખ્ય અરજદાર શિવ કુમાર ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી છે, જેની અરજી પર સુપ્રીમ કોર્ટે SITની રચના કરી હતી.

ત્રિપાઠીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે અલ્હાબાદ હાઈકોર્ટની લખનવ બેંચ દ્વારા 10 ફેબ્રુઆરીએ આપવામાં આવેલ જામીનના આદેશને રદ્દ કરવામાં આવે.

અરજદારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના આદેશને બાજુ પર રાખીને પોલીસ કસ્ટડી જાળવી રાખવા માટે યોગ્ય આદેશની માંગ કરી છે.

આ સાથે તેમણે નિવૃત્ત જસ્ટિસ રાકેશ જૈનની આગેવાની હેઠળની SIT અને ઉત્તર પ્રદેશ પોલીસ અને રાજ્ય પ્રોસિક્યુશનને કારણ બતાવો નોટિસ જારી કરવાની માંગ કરી છે.

જેથી આ પક્ષકારોને પૂછી શકાય કે પીડિત પક્ષને રાહત આપવામાં કેમ વિલંબ કરવામાં આવી રહ્યો છે.

અરજદારે સુપ્રીમ કોર્ટ પાસે સરકારી વિભાગો, યુપી સરકાર અને ભારત સરકારને પીડિત પક્ષકારોને વળતરની રકમ અને નુકસાની ચૂકવવા માટે કહેવાની માંગ કરી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં લખીમપુરમાં ચાર ખેડૂતોને વાહનો નીચે કચડી માર્યા હતા. આમાંથી એક કાર આશિષ મિશ્રાની પણ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat