Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Apple iPhone 12 આ તારીખે થશે લોન્ચ, કંપનીએ કરી જાહેરાત

Apple iPhone 12 આ તારીખે થશે લોન્ચ, કંપનીએ કરી જાહેરાત

0
371

નવી દિલ્હી: Apple iPhone 12 Launch Date Out: Appleએ તેના આવનારા સ્પેશિયલ ઇવેન્ટની તારીખની જાહેરાત કરી દીધી છે. મીડિયા ઇન્વાઇટ મોકલવામાં આવી રહ્યા છે અને 13 ઓક્ટોબરે કંપની સ્પેશિયલ ઇવેન્ટ આયોજિત કરવા જઇ રહી છે.

Apple દ્વારા મોકલવામાં આવેલા ઇન્વાઇટમાં Hi Speed લખેલુ છે. અહી Appleનો લોગો છે જેમાં જુદા-જુદા શેડ્સ છે જેમાં ઓરેન્જ કલરને હાઈલાઈટ કરવામાં આવ્યો છે.

આ વખતે કોરોનાવાયરસના કારણે બીજી લોન્ચ ઇવેન્ટની જેમ આ પણ વર્ચ્યુઅલ જ હશે. તાજેતરમાં Appleએ Apple Watch Time Flies ઇવેન્ટ પણ વર્ચ્યુઅલ જ આયોજિત કરી હતી.

13 ઓક્ટોબરે iPhone 12 Launch Eventની શરૂઆત ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યાથી હશે.

આ પણ વાંચો: Infinix Hot 10માં છે 6GB રેમ અને 128GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફિચર્સ

જોકે હંમેશાની જેમ આ વખતે પણ iPhone લોન્ચ ઇવેન્ટમાં એ નથી લખ્યુ કે શું લોન્ચ કરવામાં આવશે. Apple તેની કોઇ પણ ઇવેન્ટના ઇન્વાઇટમાં એ સ્પષ્ટ નથી કરતું કે ક્યું પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે.

જોકે આ વખતે ઓછામાં ઓછા ત્રણ નવા iPhone લોન્ચ કરવામાં આવશે. ઘણાં સમયથી iPhone 12 અંગે ડિટેલ્સ લીક થઇ રહી છે. આ વખતે કંપની નવા ડિઝાઇન સાથે iPhone 12 લાવશે, જેમાં iPhone 4Sની ઝલક જોવા મળશે.

iPhone 12 Mini પણ લોન્ચ કરી શકાય છે. આ સૌથી નાની સ્ક્રિનવાળો આઈફોન હશે. તે સિવાય આ વખતે બધા iPhone મૉડલમાં OLED ડિસ્પ્લે હોઇ શકે છે.

iPhone 12ને લઇને એ પણ સમાચાર છે કે આ વખતે કંપની બોક્સમાં ઇયરફોન્સ અને ચાર્જિંગ અડેપ્ટર નહી આપે. જો એમ થયુ તો ફેન્સ નારાજ થઇ જશે.

આ પણ વાંચો: Samsung Galaxy Tab A7 ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ, ઓફર્સ અને કિંમત

iPhone 12ના ડિઝાઇન રેન્ડર પણ ઘણાં સમય પહેલાથી ઇન્ટરનેટ પર છે. જોઇ શકાય છે કે કંપનીએ સ્ટીલનો ઉપયોગ કર્યો છે જે તમને જૂના આઈફોનની યાદ અપાવી શકે છે.

આવનારા દિવસોમાં iPhone 12 સાથે સંબંધિત બીજી પણ ડીટેલ્સ સામે આવવાની આશા છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી લોન્ચ પહેલા નવા આઈફોનની અસલી તસવીરો અને કેટલીક ડિટેલ્સ સામાન્ય રીતે લીક થાય છે.