Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગરની APPL કંપનીએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં એક મેટ્રિક ટનની ઓક્સિજન ટેન્ક આપી

ભાવનગરની APPL કંપનીએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં એક મેટ્રિક ટનની ઓક્સિજન ટેન્ક આપી

0
154
  • સામાન્ય માણસનો જીવ બચાવવા કંપનીએ પોતાનો પ્લાન્ટ બંધ કરી ઓક્સિજન ટેન્ક પહોંચાડી
  • વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વિનંતીને માન આપી કંપનીના માલિક હસમુખ વિરડિયાનું શુભકાર્ય

ગાંધીનગરઃ કોરોના કાળમાં માનવતા પણ મહેકી રહી છે. તેમાં ભાવનગરની એપીપીએલ કંપની (APPL provided oxygen tank) એ અમરેલી સિવિલ હોસ્પિટલમાં એક મેટ્રિક ટન ક્ષમતાની ઓક્સિજન ટેન્ક આપી છે. કંપનીએ સામાન્ય માણસના જીવ બચાવવા પોતાનું પ્લાન્ટ બંધ કરી આ ટેન્ક પહોંચાડી છે.

અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ કાર્યમાં સહભાગી થઇ ઓક્સિજન સિલિન્ડરોનું વિતરણ પણ કર્યું. કોરોનાના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઓક્સિજનને લઈને સમગ્ર દેશમાં કફોડી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક કોરોનાના દર્દીઓ જાન ગુમાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ બંદરો પરની હોસ્પિટલની ક્ષમતા-સુવિધા વધારવા કેન્દ્રીય શીપિંગ મંત્રીની સૂચના

કોરોના કાળમાં તમામ વર્ગ એકજૂટ થયું

મુત્યુનો આંકડો ઘટાડવા તથા તેને અટકાવવા સરકાર જ નહીં બલ્કે તમામ રાજકીય પક્ષથી માંડીને ઉદ્યોગગૃહો કામે લાગી ગયા છે. આજે અમરેલીના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાવનગરની કંપનીના સહયોગથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમા એક મેટ્રિક ટન ક્ષમતાની ઓક્સિજન ટેન્ક (APPL provided oxygen tank) હંગામી ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ટેન્ક આગામી બે દિવસમાં કાર્યરત થઈ જશે.અમરેલી જિલ્લાના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. અગાઉ પરેશ ધાનાણીએ સિલિન્ડરોનું વિતરણ કર્યું હતું.

ટેન્ક 125 ઓક્સિજન સિલિન્ડરની ગરજ સારશે

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલ અંગત વિનંતીનો પડકાર ઝીલી અને ભાવનગર સ્થિત એપીપીએલ કંપનીએ પોતાનો પ્લાન્ટ બંધ કરી પરિવર્તન ટ્રસ્ટ સંચાલિત “પ્રાણવાયુ સેવાયજ્ઞ”માં એક મેટ્રિક ટન ક્ષમતાની ઓક્સિજન ટેન્ક હંગામી ધોરણે ઉપયોગમા લેવા માટે ત્વરિત ઉપલબ્ધ કરાવી છે. આ ટેન્ક અંદાજીત 125 ઓક્સિજન સીલિન્ડર ની ગરજ સારશે.

આ પણ વાંચોઃ કોરોનાના કારણે હાલ જન્મ-મરણના ફીઝીકલ પ્રમાણપત્ર આપવાની પ્રથા મોકૂફ

ધાનાણીએ એપીપીએલ કંપનીના માલિકનો આભાર માન્યો

પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શરદ ધાનાણી દ્વારા જિલ્લા કલેકટર સાથે પરામર્શ બાદ જિલ્લા ભરના દર્દીઓને સમયસર અને વધુ સારવાર ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમા આ ટેન્ક ઉપલબ્ધ (APPL provided oxygen tank) કરાવવાનો નિર્ણય કરેલ છે તેમજ પરેશ ધાનાણીએ સમગ્ર અમરેલી જિલ્લા વતી એપીપીએલ કંપનીના માલિક હસમુખભાઇ વિરડીયાનો આભાર વ્યક્ત કર્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat