Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આગોતરા જામીનની મંજૂલા-વસંતની કોર્ટમાં અરજી, કહ્યું કે, અમે તો…

આગોતરા જામીનની મંજૂલા-વસંતની કોર્ટમાં અરજી, કહ્યું કે, અમે તો…

0
733

નિત્યાનંદ આશ્રમ મામલે હાથીજણ સ્થિત DPS સ્કૂલની CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) માન્યતા રદ્દ થઇ ગઇ છે. DPS સ્કૂલના સંચાલક મંજુલા પૂજા શ્રોફ અને હિતેન વસંત પર ખોટા દસ્તાવેજ રજૂ કરવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મંજુલા શ્રોફ અને હિતેન વસંત પોલીસની ધરપકડના ડરથી ફરાર છે અને તેમણે હવે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. આ મામલાની સુનાવણી ચોથી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, હાથીજણ વિસ્તારમાં આવેલી DPS ઇસ્ટ સ્કૂલની પરવાનગી માટે CBSCમાં બનાવટી NOC રજૂ કરવાના કેસમાં ધરપકડથી બચવા કેલોરેક્સ ફાઉન્ડેશનના ચેરમેન અને એમ.ડી. મંજુલા પૂજા શ્રોફ તેમજ તત્કાલિન ટ્રસ્ટી હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.

મંજૂલા પુજા શ્રોફ અને હિતેન વસંતે અરજીમાં પોતાના પર લગાવેલ આરોપોને ફગાવતા જણાવ્યું છે કે, તેમના વિરૂદ્ધ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ પોલીસ ફરિયાદ પાયા વિહોણી અને ખોટી છે જે કારણે તેમના સામે કોઇ જ ગુનો બનતો નથી. તેથી કોર્ટ દ્વારા તેમના આગોતરા જામીન મંજૂર કરવામાં આવે. જોકે, હવે તેમને આગોતરા જામીન મળે છે કે, નહીં તે તો માત્ર 4 ડિસેમ્બરે જ ખબર પડશે.

ડીપીએસ શાળાએ 2010માં CBSE સાથે જોડાણ માટે ગુજરાત શિક્ષણ વિભાગી NOC રજૂ કરી હતી. જોકે, નિત્યાનંદ પ્રકરણ સામે આવ્યા બાદ થયેલી તપાસમાં ખુલાસો થયો હતો કે, CBSEને આપવામાં આવેલી NOC નકલી હતી. આવી કોઇ જ એન.ઓ.સી. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ઇશ્યુ કરવામાં આવી નહોતી. જેથી અમદાવાદ ગ્રામ્યના જીલ્લા શિક્ષણાધિકારીએ ગત શુક્રવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં ડી.પી.એસ. ઇસ્ટના તત્કાલિન આચાર્ય અનીતા દુઆ, તત્કાલિન ટ્રસ્ટી મેમ્બર હિતેન વસંત અને તત્કાલિન ચેરમેન-એમ.ડી. મંજુલા પૂજા શ્રોફ સામે નકલી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાના આરોપસર ગુનો નોંધ્યો છે.

નિત્યાનંદ કૂકર્મમાં શિક્ષણ વિભાગની તરકટ, મંજુલા શ્રોફને FIRમાં બચાવવા તખ્તો તૈયાર