Gujarat Exclusive > દેશ-વિદેશ > શ્રીલંકાના રાષ્ટ્રપતિની બગદાદીને અપીલ- “કૃપા કરીને મારા દેશને એકલો છોડી દો”

શ્રીલંકાના રાષ્ટ્રપતિની બગદાદીને અપીલ- “કૃપા કરીને મારા દેશને એકલો છોડી દો”

0
379

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ બુધવારે આઈએસઆઈએસ પ્રમુખ અબૂ બકર અલ-બગદાદીને મોટી અપીલ કરી છે. તેમને આઈએસના વડાને કહ્યું છે કે, “કૃપા કરીને મારા દેશનો છોડી દો”

પીટીઆઈ અનુસાર બુધવારે સ્કાઈ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં સિરિસેનાએ કહ્યું કે, ઈસ્લામિક સ્ટેટે નાના દેશોને નિશાનો બનાવવાની નવી રણનીતિ અપનાવી છે, તેઓ સ્થાનિક નાના સમૂહોનો ઉપયોગ કરે છે. તેમને કહ્યું કે, અધિકારીઓને શ્રીલંકાના તે નાના સમૂહો વિશે જાણકારી મળી છે, જે પાછલા એક દશકાથી વિદેશ જઈને ઈસ્લામિક સ્ટેટથી પ્રશિક્ષણ લઈ રહ્યાં હતા.

પાછલા મહિને શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે ચર્ચો અને હોટલોને નિશાન બનાવીને કરવામાં આવેલ હુમલામાં 253 લોકોના જીવ ચાલ્યા ગયા હતા અને અન્ય 500 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.