Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > માર્કેટ યાર્ડોમાં ખેડૂતોની નોંધણીની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ

માર્કેટ યાર્ડોમાં ખેડૂતોની નોંધણીની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ

0
79
  • વિવિધ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણીનો પ્રારંભ
  • સરકાર દ્વારા દરેક ખેડૂત પાસેથી પ્રતિ 20 કિલોએ 1,055ના ભાવે કરાનારી ખરીદી

અમદાવાદઃ રાજ્યભરના બધા માર્કેટ યાર્ડોમાં મગફળીના ટેકાના ભાવની (APMC-farmer) ખરીદી માટે ખેડૂતોની નોંધણીની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. તેના માટે રાજકોટના મહત્ત્વના એપીએમસી માર્કેટ યાર્ડ (APMC-farmer) સહિતના બધા માર્કેટ યાર્ડમાં ખેડૂતો ઉમટ્યા હતા.

બીજા માર્કેટયાર્ડથી વિપરીત ભાવનગર માર્કેટ યાર્ડ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યુ હતુ. તેનું કારણ એ છે કે કોરોનાના લીધે સમગ્ર માર્કેટ યાર્ડને ખેડૂતોના આગમન પહેલા ચેપથી બચાવવા સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવનારી છે.

રાજકોટ એપીએમસીમાં (APMC-farmer)નોંધણી માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોની નોંધણી માટે 21મી ઓક્ટોબર સુધીની તારીખ જાહેર કરવામાં આવે છે. સરકાર ખેડૂતો પાસેથી પ્રતિ 20 કિલો એટલે કે એક મણે 1,055ના ભાવે 2,500 કિલો મગફળીની ખરીદી કરવાની છે. ખેડૂતોની નોંધણી માટે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આઠ સેન્ટર ખોલવામાં આવ્યા છે. ખેડૂતોને આ માટે ટોકન આપવામાં આવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના માર્કેટ યાર્ડમાં ખેડૂતોના નોંધણીની કામગીરી જ થઈ શકી ન હતી. કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળના લીધે પંચાયત કચેરી ખાલીખમ હતી. તેના લીધે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ હડતાળ ક્યારે સમેટાશે તે અંગે હજી સુધી કશું કહી શકાય તેમ નથી. નિયમિત રીતે પગાર ન ચૂકવાતો હોવાના લીધે કમ્પ્યુટર ઓપરેટરોએ હડતાળ પાડી હતી, તેમની હડતાળથી નોંધણી માટે આવેલા ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની નોંધણી થવાની છે ત્યારે સરકાર સત્વરે આ મુદ્દાનો ઉકેલ લાવે તેવી તેમની માંગ છે.