Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > એ.પી.જે અબ્દુલ કલામ જન્મ જયંતી 2021: મિસાઇલ મેનના શ્રેષ્ઠ સુવિચારો

એ.પી.જે અબ્દુલ કલામ જન્મ જયંતી 2021: મિસાઇલ મેનના શ્રેષ્ઠ સુવિચારો

0
315

અબ્દુલ કલામ ના નામ થી તો દરેક વ્યક્તિ જાણકાર છે તેમના જીવન માં બનેલા પ્રસંગો અને તેમનું સાદગી ભરેલા જીવન ના કિસ્સા થી સૌ કોઈ જાણકાર છે. અબ્દુલ કલામના સંઘર્ષમય જીવન માં થી ઘણા એવા કિસ્સા બનેલા છે જે ઘણા લોકો ના જીવન ને હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. એ.પી.જે. અબ્દુલ કલામ ના સુવિચારો દ્વારા દરેક વ્યક્તિ ને ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક ઉર્જા મળે છે.

અબ્દુલ કલામ નો જન્મ 15 ઓકટોબર 1931 ના રોજ રામેશ્વરમ ખાતે તમિલનાડુ માં થયો હતો. તેમનું પૂરું નામ અબૃુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. તેમનું બાળપણ ખુબ જ સંઘર્ષમય હતું તેમનો જન્મ મુસ્લિમ તમિલ પરિવાર માં થયો હતો. અબ્દુલ કલામ તેમના પાંચ ભાઈ બહેનો ના પરિવાર માં સૌથી નાના હતા.ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા થી તેઓએ નાનપણ માં સમાચારપત્ર વહેચવાનું કામ પણ કર્યું હતું.

ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં પણ તેમને શીખવા ની ધગશ હોવા થી તેઓને ગણિત વિષય માં વધુ રસ હોવા થી તેઓ તેમાં વધુ સમય આપતા હતા. તેઓએ ભૌતિક વિજ્ઞાન માં સ્નાતક ની પદવી મેળવી ને મદ્રાસ ની એરોસ્પેસ માં ઇજનેરી ના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો.

વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધ થયા હતા અને તેમને મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા નું ઉપનામ આપવામાં આવ્યું હતું તેઓ ભારત ના 11 માં રાષ્ટ્રપતિ હતા તેઓને જનતા ના રાષ્ટ્રપતિ ના નામ થી પણ સંબોધિત કરવા માં આવતા હતા. આ સિવાય ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હતા.

એ.પી.જે. અબ્દુલ કલામના સુવિચારો:

  • જો તમે સૂર્ય ની માફક ચમકવા માંગતા હો, તો તમારે પહેલા સૂર્ય ની માફક બળતા પણ રહેવું પડશે.
  • સપના એ નથી જે તમે ઉંઘ માં જોવો છો, સપના એ છે જે તમને ઉંઘવા જ ના દે.
  • મહાન સપના જોવા વાળા ના મહાન સપના હમેંશા પુરા થાય છે.
  • રાહ જોવા વાળા ને એટલું જ મળે છે જેટલું મહેનત કરવા વાળા છોડી દેતા હોય છે.
  • કોઈને હરાવવું બહુ જ સરળ છે, પરંતુ કોઈને જીતવું તેટલું જ અઘરું છે.
  • અનેક મુશ્કેલીઓ બાદ પ્રાપ્ત કરેલી સફળતા જ સાચો આનંદ આપતી હોય છે.
  • નિષ્ફળતા મને ક્યારેય પછાડી નથી શકતી કારણ કે મારી સફળતા ની પરિભાષા ખૂબ જ મજબૂત છે.
  • દરેક ના જીવન માં દુઃખ આવતા હોય છે બસ આ દુઃખ માં જ બધા ના ધૈર્ય ની પરીક્ષા થાય છે.
  • શિખર ઉપર પહોંચવા માટે તાકાત જોઈએ ભલે પછી તે માઉન્ટ એવરેસ્ટ નું શિખર હોય અથવા અન્ય કોઈ લક્ષ્ય નું શિખર.
  • આવો આપણે આપણા આજ ના દિવસ નો બલિદાન કરીએ જેથી આપણા બાળકો નું ભવિષ્ય આજ વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ.
  • જે દિવસે આપની સહી આપના હસ્તાક્ષર બની જાય તો સમજી જવું કે તમે સફળ થઈ ગયા છો.
  • જો આપણે સ્વતંત્ર નહીં બનીએ તો કોઈ પણ આપણું સન્માન નહિ કરે.
  • યુવાઓ ને મારો સંદેશ છે કે તેઓ અલગ રીતે વિચારે, કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે, હમેંશા પોતાનો રસ્તો બનાવો અને જે અસંભવ છે તેને મેળવવાની તૈયારી રાખો.
  • પોતાના કાર્ય માં સફળ થવા માટે એકાગ્રતા સાથે માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
  • સપના સાચા થાય એ પહેલા સપના જોવા પડશે.
  • વિજ્ઞાન માનવતા માટે એક ખૂબસૂરત ભેટ છે, આપણે એનો બગાડ ના કરવો જોઈએ.
  • મારા માટે નકારાત્મક અનુભવ જેવી કોઈ વસ્તુ નથી
  • કોઈ પણ કાર્ય માં સફળતા મેળવવા માટે રચનાત્મક નેતૃત્વ ખૂબ જ જરૂરી છે.
  • મહાન લક્ષ્ય, જ્ઞાન ની પ્રાપ્તિ, કઠોર પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય
  • જો આ ચાર વાતો નું પાલન કરવા માં આવે તો જીવન માં કંઈ પણ હાંસલ કરી શકાય છે.
  • નાનું લક્ષ્ય એ ગુનો છે હંમેશા લક્ષ્ય મોટું હોવું જોઈએ.
  • જો તમે અસફળ થાવ છો તો કદી હાર ના માનો કારણ કે F.A.I.L = First Attempt In Learning.
  • END એટલે અંત નહિ પરંતુ E.N.D. = Effort Never Ends.
  • જો તમને જવાબ ના સ્વરૂપ માં NO મળતું હોય તો યાદ રાખો N.O. એટલે = Next Opportunity.
  • સુંદર હાથ એ હોય છે જે પોતાનું કામ ઈમાનદારી, બહાદૂરી અને સચ્ચાઈની સાથે કરે છે. દરેક સમયે દરેક દિવસે.
  • જીવન નો અમૂલ્ય સમય વાસ્તવિક ખુશીઓ પ્રાપ્ત કરવામાં લગાવવો જોઈએ. નહિ કે બનાવટી અને ભોગ વિલાસની વસ્તુઓ પ્રાપ્ત કરવામાં.
  • એક શ્રેષ્ઠ પુસ્તક 100 સારા મિત્રો સમાન છે, પરંતુ એક સારો મિત્ર પુસ્તકાલય ની સમાન છે.
  • મહાન શિક્ષક જ્ઞાન, જુનુન અને કરુણા થી જન્મે છે.
  • પોતાના જીવનનો એક મોટો ઉદ્દેશ્ય હોય અને બધી શક્તિઓ આ ઉદ્દેશ્યની પ્રાપ્તિમાં વાપરવી.
  • હંમેશા સમાજ અને દેશને આપવાની ચિંતા કરો. દેશની પ્રગતિમાં પોતાની ભાગીદારીને વિશ્વસનીય બનાવો. કારણ કે લેવાની ટેવ ફકીરની હોય છે.
  • વિશ્વના શ્રેષ્ઠ મગજ તમને સ્કૂલ ની પાછલી પાટલી પર જોવા મળશે.
  • આપણા સર્જક ઇશ્વરે આપણા મન અને વ્યક્તિત્વને ઘણી શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે. પ્રાર્થના આપણને આપણી શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • પ્રશ્ન પૂછવો એ એક સારા વિદ્યાર્થી ની નિશાની છે, તેથી તેમને પ્રશ્નો પૂછવા દો.
  • કોઈ પણ ધર્મની સ્થાપના માટે કોઈની હત્યા કરવાનો ઉલ્લેખ કોઈ ધર્મમાં નથી.
  • જો તમે વિકાસ ઈચ્છો છો તો દેશમાં શાંતિની સ્થિતિ લાવવી આવશ્યક છે.
  • તમે ત્યાં સુધી લડતા રહો જ્યાં સુધી તમારી નિશ્ચિત કરેલી જગ્યાએ ના પહોંચી જાવ, આ એક વાત તમને બધા થી અલગ બનાવે છે.
  • વરસાદ ના સમયે બધા પક્ષીઓ આશરો શોધતા હોય છે પરંતુ બાજ, બાજ વાદળ ની ઉપર ઉડી ને વરસાદ ને જ ટાળી દે છે.
  • સમસ્યાઓ સામાન્ય જ છે પરંતુ તમારી જોવાની રીત તે પરિસ્થિતિ ને બદલી દે છે.
  • તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી, પરંતુ તમે તમારી ટેવો બદલી શકો છો, અને ચોક્કસપણે તમારી ટેવો તમારા ભવિષ્યને બદલશે.
  • સફળતા ની કથાઓ વાંચશો નહીં, તમને ફક્ત સંદેશ મળશે. નિષ્ફળતા વાર્તાઓ વાંચો, તમને સફળતા મેળવવા માટે કેટલાક વિચારો મળશે.
  • જીવન અને સમય વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો છે, જીવન આપણને સમયનો સારો ઉપયોગ કરતા શીખવે છે.
  • કાળો રંગ લાગણીશીલ રીતે ખરાબ છે પરંતુ, દરેક કાળા બોર્ડ વિદ્યાર્થીઓને તેજસ્વી બનાવે છે.
  • અમારા બધા પાસે સમાન પ્રતિભા નથી. પરંતુ, આપણી પ્રતિભાને વિકસાવવા માટે આપણી પાસે એક સમાન તક છે

અબ્દુલ કલામ નું સમગ્ર જીવન યુવાનો માટે પ્રેરણાદાયક માનવા માં આવે છે. તેમનાં દ્વારા આપવા માં આવેલા સુવિચારો અને સંદેશાઓ આજે પણ યુવાધન માટે સફળતા મેળવવા માટે હમેંશા મદદરૂપ થાય છે.

એક સામાન્ય માછીમાર ના દીકરા થી લઈને ભારત દેશ ના રાષ્ટ્રપતિ સુધી ની સફર ખુબ જ પ્રેરણા પૂરી પાડે છે. ડો.કલામ જીવનમાં આકરા સંઘર્ષ અને પોતાની સકારાત્મકતાથી આગળ વધતા રહ્યા હતા.

એ.પી.જે. અબ્દુલ કલામ નું ભારત ના મેઘાલય રાજ્ય ના શિલોંગ માં આવેલા ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિલોંગ માં પ્રવચન આપતી વખતે હ્રદયરોગ નો હુમલો આવતા 27 જુલાઈ 2015 ના રોજ 83 વર્ષ ની ઉંમરે અવસાન થયું હતું.

તેમના વતન રામેશ્વરમ ખાતે પુરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવા માં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat