Gujarat Exclusive > યુથ > મનોરંજન > અનુષ્કા શર્મા બ્લેક બિકિનીમાં મળી જોવા, વિરાટ કોહલીને લગાવ્યો ગળે

અનુષ્કા શર્મા બ્લેક બિકિનીમાં મળી જોવા, વિરાટ કોહલીને લગાવ્યો ગળે

0
7917

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી છે. જેને જોઈને સોશિયલ મીડિયા પર સનસની મચી ગઈ છે. વિરાટ કોહલીએ તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કર્યાની માત્ર એક કલાકમાં જ આ તસવીરને 12 લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે.

વિરાટ અને અનુષ્કાની આ તસવીર કોઈ બીચની લાગી રહી છે. વિરાટ શર્ટલેસ જોવા મળી રહ્યા છે તો અનુષ્કા શર્મા બિકિનીમાં છે.

વિરાટ અને અનુષ્કાના લગ્નને 2 વર્ષ થવાના છે. અનુષ્કા પણ પાછલા ઘણા મહીનાઓથી વિરાટની સાથે રજા વિતાવી રહી છે. અનુષ્કા પણ વિરાટને ક્રિકેટના મેદાન પર ચીયર કરતી જોવા મળે છે. તો તે ક્યારેક બન્ને ઓસ્ટ્રેલિયામાં ફરતા જોવા મળે છે. ફિલ્મ ‘ઝીરો’ બાદ અનુષ્કાએ કોઈ ફિલ્મ સાઈન કરી નથી. કારણ કે, તે વિરાટની સાથે સમય વિતાવી રહી છે.

બન્ને સોશીયલ મીડિયા પર વારંવાર પોતાની તસવીરો શેર કરતા રહે છે અને તેના ફેન્સ તેમની તસવીરોને ખૂબ પસંદ કરે છે. કેટલાક દિવસો પહેલા અનુષ્કાએ પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તે બિકિની પહેરીને સમુદ્ર કિનારે બેઠી હતી. આ તસવીરને જોતા વિરાટે પણ લવ સ્માઈલી સાથે હાર્ટ ઈમોજી બનાવ્યું હતું.

વિરાટ અને અનુષ્કાના પ્રેમની કહાની અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો બતાવે છે કે, કેવી રીતે બન્ને એક બીજા માટે બન્યા છે.

કેટલાક દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂમાં વિરાટે પોતાની પત્ની અનુષ્કાની સાથે પોતાની સંબંધનો ઉલ્લેખ કર્યો હતો કે લોકો પોતાની પારંપરીક જિંદગી જીવ રહ્યા છે અને અનુષ્કા દરેક સમયે તેનો સાથે આપી રહ્યા છે.

Raanjhanaa પાર્ટ-2માં ધનુષ ફરીથી કરશે રોમાન્સ, જાણો કોણ હશે અભિનેત્રી