Gujarat Exclusive > યુથ > મનોરંજન > VIDEO: ઓ તેરી! અનુષ્કાએ વિરાટને ઊંચકી લીધોઃ શું હતું કોહલીનું રિએકશન

VIDEO: ઓ તેરી! અનુષ્કાએ વિરાટને ઊંચકી લીધોઃ શું હતું કોહલીનું રિએકશન

0
33

અનુષ્કાએ સોશિયલ મીડિયા પ વીડિયો શેર કરતા લખ્યું, શું મેં આ કર્યું?

મુંબઇઃ કોરોનાકાળમાં થિયેટરો બંધ છે. છતાં સોશિયલ મીડિયા પર મનોરંજન થતું રહે છે. જેમાં અભિનેત્રી અનુષ્કા શર્માએ પતિ અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઊંચકી (Anushka Lifts Virat)લેતો એક વીડિયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ રહ્યો છે. આમ પણ અનુષ્કા અને વિરાટ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. વિરાટ તો આ મામલે ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સનો રેકોર્ડ પણ ધરાવે છે. બંને ઘણી વખત રમૂજી ગેમ્સ પણ રમતા જોવા મળે છે. તેઓ નિયમિત પોતાની પોસ્ટ પણ શેર કરતા રહે છે.

આવી જ એક પોસ્ટમાં અનુષ્કાની હરકતથી પતિ વિરાટ કોહલીને અચાનક ઊંચકી લીધો. તેથી વિરાટના મોઢેથી નીકળી ગયું, ‘ઓ તેરી’. અનુષ્કાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચોઃ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવ, ખુદને આઇસોલેટ કરી

વાતવાતમાં અનુષ્કાએ વિરાટને બે વાર ઊંચક્યો


અનુષ્કા તથા વિરાટ કોહલી શૂટિંગ દરમિયાન હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં. શૂટિંગના બ્રેક દરમિયાન અચાનક જ અનુષ્કાએ વિરાટને ઊંચકી (Anushka Lifts Virat) લીધો હતો અને વિરાટ નવાઈમાં બોલી પડ્યો હતો કે ‘ઓ તેરી.’ અનુષ્કા બોલી હતી કે વિરાટ જાણી જોઈને ઊંચો થયો હતો. ત્યાર બાદ અનુષ્કાએ વિરાટને કહ્યું હતું કે તે જાતે ઊંચો ના થાય અને પછી અનુષ્કાએ ફરી એકવાર વિરાટને ઊંચક્યો હતો. અનુષ્કાએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું,
‘શું આ મેં કર્યું છે?’

દિકરીના જન્મ બાદ બે મહિનામાં જ ફિટ

દીકરીના જન્મના અંદાજે બે મહિનાને 20 દિવસ બાદ એટલે કે 31 માર્ચના રોજ અનુષ્કા શર્મા કામ પર પાછી ફરી છે. અનુષ્કા વેનિટી વેનની બહાર જોવા મળી હતી. અનુષ્કા શોર્ટ વ્હાઈટ ટોપ તથા ડેનિમ પેન્ટ્સમાં હતી. તેણે માસ્ક પહેર્યું હતું. ડિલિવરીના બે મહિના બાદ જ અનુષ્કા એકદમ ફિટ એન્ડ ફાઈન જોવા મળી હતી.

ડિલિવરી પહેલાં અનુષ્કાએ કહ્યું હતું કે તે બાળકના જન્મ બાદ કામ ચાલુ કરી દેશે. તે ઘરમાં એ રીતની સિસ્ટમ ઊભી કરશે કે તે અંગત તથા પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી શકશે. તે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી કામ કરવાનું ચાલુ રાખશે. તેને કામ કરવાથી ઘણો જ આનંદ આવે છે.

આ પણ વાંચોઃ કરિનાએ 26 હજારનું માસ્ક પહેરી આપી સલાહ, યુઝર્સે કહ્યું- બધાની આટલી ત્રેવડ નથી

પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કર્યું હતું

અનુષ્કાએ પ્રેગ્નન્સી દરમિયાન પણ આરામ કર્યુ નહતું. તેણે જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. કોરોનાકાળમાં અનુષ્કાએ તમામ પ્રકારની સાવધાની રાખીને કામ ચાલુ રાખ્યું હતું.

ભારત તથા ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20ની મેચ અમદાવાદમાં રમાઈ હતી. અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અમદાવાદ આવી હતી. ટી-20 સિરીઝ બાદ પુણેમાં ત્રણ વનડે મેચ હતી. અનુષ્કા શર્મા દીકરી તથા પતિ વિરાટ કોહલી સાથે પુણે પણ ગઈ હતી. Anushka Lifts Virat

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો

32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યા હતા અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ ક્રિકેટ ના રમતો હોત તો મોઇન અલી સીરિયામાં ISISમાં હોત, તસલીમા નસરીનનું વિવાદિત નિવેદન

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat