Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની વરણી, મુરલી ક્રિષ્ણનનું લેશે સ્થાન

ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની વરણી, મુરલી ક્રિષ્ણનનું લેશે સ્થાન

0
39

ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની (Anupam Anand) વરણી કરી છે. આ સંદર્ભે સોમવારે જારી કરવામાં આવેલ એક સત્તાવાર નિવેદનમાં, ભારતીય ચૂંટણી પંચે ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદને ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક આપી છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણન નિવૃત થતા હવે તેમના સ્થાને ટ્રાઈબલ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદની (Anupam Anand) પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ ટ્રાઈબલ વિભાગના સચિવ તરીકેનું વધારાનું કામકાજ હવે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ સંભાળશે.

આ પણ વાંચો:  કોરોના માટે બિનજરૂરી સિટી-સ્કેન કરાવવું કેટલું નુક્સાનકારક? એઈમ્સના ડિરેક્ટરે આપ્યો જવાબ   Anupam Anand

જણાવી દઈએ કે, રાજ્યના નવા ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ (Anupam Anand) 2000ની બેચના IAS કેડરના અધિકારી છે. અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બચાવી ચૂક્યાં છે. હવે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પણ અનુપમ આનંદના કાર્યકાળ દરમિયાન જ યોજાશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat