Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં કોરોના સંક્રમણની રફ્તાર રોકવા લૉકડાઉન જરૂરી, અમેરિકન એક્સપર્ટે આપી 3 સ્ટેપની ફોર્મુલા

ભારતમાં કોરોના સંક્રમણની રફ્તાર રોકવા લૉકડાઉન જરૂરી, અમેરિકન એક્સપર્ટે આપી 3 સ્ટેપની ફોર્મુલા

0
63

વૉશિંગ્ટન/નવી દિલ્હી: કોરોના વાઈરસના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણના કારણે ભારતમાં સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા એક સપ્તાહથી પ્રતિદિન 3 લાખથી વધુ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યાં છે. એવામાં કોરોના પર રિસર્ચ કરી રહેલા ડૉ એન્થની ફાઈસીએ ભારતને વાઈરસના સંક્રમણનો સામનો કરવા માટે જરૂરી સૂચનો કર્યાં છે.

ડૉ એન્થની ફાઉસીએ ભારતમાં કેટલાક સપ્તાહનું લૉકડાઉન લગાવવાની સલાહ આપી છે. આ ઉપરાંત તેમણે દેશમાં વૅક્સિનેનશનની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે, ડૉ ફાઉસી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન ઓથોરિટીના ચીફ મેડિકલ એડવાઈઝર છે.

► ડૉ ફાઉસીની 3 સ્ટેપ ફોર્મુલા
ધી ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, ડો એન્થની ફાઉસીએ ભારતમાં કોરોનાને કંટ્રોલ કરવા માટે ત્રણ તબક્કાના ઉપાય સૂચવ્યા છે. જેમાં તત્કાલ, મધ્યમ અને લાંબા ગાળાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.

→ પ્રથમ ઉપાય
ડૉ ફાઉસીએ જણાવ્યું કે, આ સમયે લોકોને વૅક્સિન લગાવવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ઑક્સિજન અને બીજી મેડિકલ ફેસેલિટીની કમીને પણ તાત્કાલીક દૂર કરવી જોઈએ. આ માટે એક કમિટી કે ઈમરજન્સી ગ્રુપ તૈયાર કરવાની જરૂરત છે.

ઑક્સિજન કેવી રીતે મળશે? સપ્લાય કેમ થશે અને દવા કેવી રીતે મળશે? આ માટે એક પ્લાન બનાવવો જોઈએ. ડો એન્થની ફાઉસીએ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન સહિત અન્ય સંગઠનો સાથે વાતચીત કરવા માટે કહ્યું છે.

બીજો ઉપાય
ડૉ ફાઉસીના જણાવ્યા મુજબ, યુદ્ધના ધોરણે હોસ્પિટલો ઉભી કરવી જોઈએ. આ માટે તેમણે ચીનનું ઉદાહરણ આપ્યું. તેમણે ફીલ્ડ હોસ્પિટલના મૉડલની વાત કહી છે. અમેરિકાનો અનુભવ શેર કરતાં તેમણે ભારતીય આર્મીની મદદ લેવાનું સૂચન કર્યું છે.

ત્રીજો ઉપાય
લાંબા ગાળાના ત્રીજા ઉપાય તરીકે ડો ફાઉસીએ જણાવ્યું કે, વધુમાં વધુ લોકોને વૅક્સિન લગાવવામાં આવે. આ ત્રણેય ઉપાયો પર અમલ કરવાની જરૂરત છે.

ડૉ એન્થનીએ દેશમાં કોરોનાની રફ્તાર પર બ્રેક લગાવવા માટે લૉકડાઉનને જરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં 6 મહિનાનું લોકડાઉન લગાવવાની જરૂર નથી, પરંતુ વાઈરસના ટ્રાન્સમિશનને રોકવા માટે તમે કામચલાઉ લૉકડાઉન લગાવી શકો છો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat