Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની અંશુ મલિક

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની અંશુ મલિક

0
43

નવી દિલ્હીઃ મહિલા કુસ્તીબાજ અંશુ મલિક વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. 20 વર્ષિય અંશુ મલિકે 57 કિલોગ્રામ ભાર વિભાગનાનસેમીફાઇનલ મુકાબલામાં સોમાલીયાની વ્યાનીકને 11-0થી પરાજય આપ્યો હતો. ગુરૂવારે અંશુ મલિક ગોલ્ડ મેડલ માટે ફાઇનલ મેચ રમશે.

અંશુ મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવી ઇતિહાસ રચી દીધો છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવનાર અંશુ મિલક પ્રથમ મહિલા ભારતીય બની છે. અત્યાર સુધીમાં માત્ર 4 ભારતીય મહિલા કુસ્તીબાજ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં મેડલ મેળવી શકી છે. જેમાં ગીતા ફોગટ (2012), બબીતા ફોગાટ (2012), પુજા ધાંડા (2018) અને વિનેશ ફોગાટ (2019). આ ચારેય મહિલા રેસલરે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યા બાદ અંશુ મલિકે જણાવ્યું હતુ કે, આ મારા માટે ખૂજ સંતોષજનક પરિણામ છે. હું ખૂબ જ ખુશ છું. હું જે ટોક્યો ઓલિમ્પિકમાં ન કરી તે અહી કરી બતાવ્યું છે. હું મારા દરેક ગેમમાં સંપૂર્ણ શક્તિથી લડી રહી છું. ટોક્યો ઓલિમ્પિકની ગેમ બાદનો સમય મારા માટે સારો રહ્યો ન હતો. હું સારી રીતે પર્ફોમ કરી શકી ન હતી. ઇજાના કારણે એક મહિના સુધી પ્રેક્ટિસ પણ કરી શકી ન હતી.

ઉલ્લેખનીય છે કે, અંશુ ભારતની છઠ્ઠી રેસલર છે જે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ માટે મેચ રમશે. આ પહેલા બિસામ્બર સિંહ (1967), સુશિલ કુમાર (2010), અમિત દહિયા (2013), બજરંગ પુનિયા (2018) અને દિપક પુનિયા (2019) બાદ અંશુ મલિક વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ભારત તરફથી રમશે. જેમાંથી માક્ર સુશિલ કુમાર જ ફાઇનલ મુકાબલો જીતવામાં સફળ રહ્યાં છે. આજે અંશુ આ ફાઇનલ મુકાબલો જીતશે તો તે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવનાર બીજી ભારતીય ખેલાડી બનશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat