Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરાની ગોત્રી હોસ્પિટલના ભોજનમાં જીવાત! દંપતીએ વિડીયો બનાવી અંધેર તંત્રની પોલ ખોલી

વડોદરાની ગોત્રી હોસ્પિટલના ભોજનમાં જીવાત! દંપતીએ વિડીયો બનાવી અંધેર તંત્રની પોલ ખોલી

0
1615

અમદાવાદ: વડોદરામાં ગોત્રી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. કોરોનાના લક્ષણો આવતા ટેસ્ટિંગ માટે ગયેલા દંપતીના ભોજનમાં જીવાત નીકળી હતી. દંપતીએ આ મામલે વિડીયો વાયરલ કરી અંધેર તંત્રની પોલ ખોલી હતી. દર્દીએ વીડિયોમાં હોસ્પિટલ સાથે સાથ આરોગ્ય વિભગના અધિકારીઓ યોગ્ય જવાબ ના આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.

વડોદરાના પાદરા ખાતે રહેતા અને સેવા કાર્યો કરતા ભાવિન પાટણવાડિયાએ વિડીયો વાયરલ કરી ખુલાસો કર્યો છે. જે મુજબ કોરોનાના લક્ષણો જણાતા તે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે ગયા હતા. હોસ્પિટલમાં ભાવિનને બે કલાક સુધી પાણી નહતું મળ્યું. જમવાનું આવ્યું તેમાં પણ જીવાત અને કીડા નીકળતા ભાવિન અને તેની પત્ની નિધી ચોંકી ગયા હતા. હોસ્પિટલ તરફથી અપાયેલા ભોજનમાં રીતસરની જીવાત જોવા મળી હતી.

ભાવીને જણાવ્યું છે કે, આરોગ્યના અધિકારીને રિપોર્ટ કઢાવવા માટે તેણે ફોન કર્યો હતો. અધિકારીએ ભાવિનને તમે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવો સરકારીમાં ત્રણ દિવસ લાગશે. ભાવીને અધિકારીઓના આ જવાબ કેટલો યોગ્ય છે તે પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. હોસ્પિટલમાં જમવામાં જીવાત અને કીડા ઉપરાંત યોગ્ય વ્યવસ્થા ન હોવાનું જણાવ્યું છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: સરકાર અસવાર અને અધિકારીઓ ઘોડા, અત્યારે ખોટા અસવાર ઘોડા પર બેઠા છે અને ઘોડાઓ થોડા સમયમાં તેમને પાડશે