Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: અમદાવાદમાં 20મી નવે.ના રાતના 9થી સવારે 6 સુધી સરકારનો કરફ્યુ

BREAKING: અમદાવાદમાં 20મી નવે.ના રાતના 9થી સવારે 6 સુધી સરકારનો કરફ્યુ

0
64

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 20મી નવેમ્બરની રાતથી 9 વાગ્યાથી સવારે છ (lockdown ahmedabad)વાગ્યા સુધી આગળના આદેશ ન મળે ત્યાં સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. કામ વગર લોકોને બહાર ન નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને ટોળે ન વળવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડી આ નિર્ણયની જાહેરાત કરી હતી. કરફ્યુ દરમિયાન એસઓપીનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા તેમણે તાકીદ કરી છે.