અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં સિમ્સ હોસ્પિટલ નજીક હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો છે. BMW કારચાલકે રસ્તે જતા દંપતીને અડફેટે લીધું હતું. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી થોડે દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી એક બેંક પાસબુક તથા દારૂની બોટલો મળી આવી હતી. આ પાસબુક સત્યમ શર્મા નામની વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનામાં કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
કાર મૂકીને ચાલક ફરાર થયો
મળતી વિગતો પ્રમાણે , અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલ પાસે બુધવારે સવારે 09:45 વાગ્યાનાસુમારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલક સત્યમ શર્માએ (ઉર્ફે ભોલુ) પૂરઝડપે કાર ચલાવીને અમિત સિંઘલ અને તેમનાં પત્ની મેઘાબેનને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં દંપતી ગંભીર ઈજાગ્રસ્ત થયું હતું, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે અક્સમાત સર્જીને કારચાલક કારને ઘટના સ્થળેથી લગભગ દોઢ કિલોમીટર દૂર મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં એમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
Advertisement