Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુરતમાં બની વધુ એક શર્મસાર કરતી ઘટના, પલસાણામાં 11 વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ કરાઈ હત્યા

સુરતમાં બની વધુ એક શર્મસાર કરતી ઘટના, પલસાણામાં 11 વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ કરાઈ હત્યા

0
1

સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત જાણે ગુનેગારો માટે એપી સેન્ટર બની ગયું હોય તેમ સુરતમાં એક પછી એક ક્રાઇમની ઘટનાને ગુનેગારો અંજામ આપી રહ્યા છે આવી જ વધુ એક ઘટના સુરતના પલસાણા તાલુકામાં સામે આવી છે,પલસાણાના જોળવા ગામે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે.

11 વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી હત્યા કારીનાખવા આવી,નરાધમ દ્વારા બાળકીને બાજુના અન્ય રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું, બાળકીને ખરાબ હાલતમાં જ રૂમ ને તાળું મારી નરાધમ ફરાર થઇ ગયો હતો. બાળકીની હાલત ગંભીર થતાં બાળકીનું મોત નીપજ્યું હતું.

જોકે આ ઘટનાને અંજામ આપી અજાણ્યો નરાધમ ફરાર થયો છે,ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પરિવાર સાથેની પ્રાથમિક પૂછપરછ બાદ બે શંકમંદોની પૂછપરછ કરવામાં આવી છે ત્યારે 11 વર્ષીય બાળકી સાથે આવું શરમજનક કૃત્ય કરનાર નરાધમને ઝડપથી પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

મહત્વનું છે કે સુરતમાં દિવસેને દિવસે ગુણખોરી ની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, પલસાણાના જોળવા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા. 15 દિવસમાં સુરતમાં હત્યાની 15 ઘટનાઓ બની છે ત્યારે ગુનેગારોને પોલીસ,કાયદાનો કોઈ ખોફ ન હોઈ તેવું લાગી રહ્યું છે,જોળવા ગામે બાળકી સાથે બનેલી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ મચી છે ત્યારે પોલીસે પણ કૃત્ય કરનાર નરાધમોને જેલ હવાલે કરવા કવાયત શરૂ કરી છે.

બિલ્ડીંગના વ્યક્તિની સંડોવણી

આ અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતા નરાધમો સંડોવાયેલીની શકયતા દેખાઈ રહેલી છે આ બિલ્ડીંગમાં અંદાજીત 10 જેટલા પરિવારો રહે છે અને બાળકી એકલી હોઈ એ આજ બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિ જાણતો હોઈ સ્વભાવિક છે અને આવાજ વ્યક્તિએ બાળકીને પોતાની વાસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી હોઈ તેવી શકયતાના આધારે એજ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે નજીકના વ્યક્તિ જ આ પ્રકારની ગંભીર કૃત્ય કર્યા બાદ રૂમને તાળું મારવાની હિંમત કરી શકે એ સ્વાભાવિક છે

પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શકમંદોની પૂછપરછ

સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના તેમજ બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાઈબા અને સૂચિ મિલ માંથી બે શકમંદોને પોલીસ ઊંચકી લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે ગંગાધરા આઉટ પોસ્ટ પર એલ.સી.બી. તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોliસ આરોપીની પૂછપરછ કરી છે માસૂમ બાળાની હત્યાના પરપ્રાંતીય વિસ્તારમાં તેમજ પલસાણા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે જેને આ પ્રકરણને લઈ લોકોમાં ભારેરોષ જોવા મળી રહ્યો છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat