Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બજેટમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત, કોરોના વેક્સિન માટે પણ ₹35 હજાર કરોડની ફાળવણી

બજેટમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત, કોરોના વેક્સિન માટે પણ ₹35 હજાર કરોડની ફાળવણી

0
46

healthy india scheme

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત કરી. સરકાર તરફથી 64180 કરોડ રૂપિયા આના માટે આપવામાં આવશે અને સ્વાસ્થ્ય બજેટને વધારવામાં આવ્યું છે. તે સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનિક મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાની જાહેરાત કરી. જે હેઠળ શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે. આ સાથે જ તેના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. તે ઉપરાંત નાણામંત્રીએ મિશન પોષણ 2.0ની જાહેરાત પણ કરી છે.healthy india scheme

આ પણ વાંચો: Budget LIVE: ‘આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજનાનું એલાન, કોરોના વેક્સીન માટે ₹ 35 હજાર કરોડ healthy india scheme

નિર્મલા સીતારમણ તરફથી કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. નાણામંત્રીએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને 137 ટકા વધારવામાં આવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ વખતનો બજેટ ડિજિટલ બજેટ છે, જે એવા સમયે આવી રહ્યો છે, જ્યારે દેશની જીડીપી સતત બે વખત માઈનસમાં ગઈ છે પરંતુ તે ગ્લોબલ ઈકોનોમી સાથે પણ તેવું જ થયું છે. વર્ષ 2021 ઐતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે જેના પર દેશની નજર છે. મુશ્કેલના આ સમયમાં મોદદી સરકારનો ફોકસ ખેડૂતોની આવક બેગણી કરવા, વિકાસની સ્પીડને વધારવા અને સામાન્ય લોકોને સહાય પહોંચાડવા ઉપર છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat