અંકલેશ્વરમાં ઝાડ નીતે આરામ કરી રહેલા આધેડ પર લકઝરી બસ ફરી વળતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું, આ બનાવને લઈ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકને પીએમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના જીતાલી ગામમાં આવેલ ટોકરી ફળિયામાં રહેતા 45 વર્ષીય આધેડ રમેશ જાલમભાઈ વસાવા એક લીંમડાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. તે વેળા લકઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી ઝાડ નીચે આરામ કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી મૃતકને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.