દહેરાદૂન: અંકિતા ભંડારી હત્યાકાંડમાં રવિવારે પણ લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. પ્રદર્શનકારીઓએ અંકિતાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરીને શ્રીનગર નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ કરી દીધો હતો. આ પહેલા અંકિતાના પિતા અને ભાઇએ અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરતા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની માંગ કરી હતી.
Advertisement
Advertisement
પ્રદર્શકારીઓએ ઉત્તરાખંડ સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. માંગ છે કે દોષીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આરોપ લગાવવામાં આવ્યો કે સરકારે પુરાવા મિટાવવા માટે રાતો રાત વનંતરા રિસોર્ટ પર બુલડોઝર ફેરવી દીધુ હતુ. અંકિતાના ભાઇ અજય ભંડારીનો આરોપ છે કે અંકિતાને નદીમાં ફેક્યા પહેલા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.
સીધી કોર્ટમાં રજૂ થશે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ
અંકિતાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જિલ્લા અધિકારી પૌડી ડૉ. વિજય જોગદંડે સાથે સંપર્ક કરવા પર તેમણે જણાવ્યુ કે રિપોર્ટ સોમવારે આવશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટને સીધી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નિયમ અનુસાર રિપોર્ટને સાર્વજનિક કરી શકાતી નથી.
ડૉક્ટરોની પેનલે કર્યુ પોસ્ટ મોર્ટમ
અંકિતા ભંડારીના પોસ્ટ મોર્ટમ માટે એમ્સ ઋષિકેશના તબીબોની એક પેનલ બનાવવામાં આવી હતી. સૂત્રો અનુસાર પોસ્ટ મોર્ટમની કાર્યવાહી બપોરે 12 વાગ્યા પછી શરૂ થઇ હતી. આ 3 વાગ્યા સુધી ચાલી હતી. ચાર ડૉક્ટરોની ટીમે પોસ્ટ મોર્ટમ કર્યુ હતુ.
વિધાનસભા બહાર સોમવારે પ્રદર્શન
વિવિધ સામાજિક સંગઠન અને ઉત્તરાખંડ રાજ્ય આંદોલનકારીઓની બેઠક મળી હતી. અંકિતા હત્યાકાંડ પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે સોમવારે વિવિધ સંગઠન વિધાનસભા સામે ધરણા આપશે. તે પછી રાજ્યપાલને આવેદનપત્ર મોકલવામાં આવશે.
Advertisement