Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > મહિલા ક્રિકેટરે ડેબ્યૂ મેચમાં રચ્યો ઈતિહાસ, ટી-20મા એક પણ રન આપ્યા વગર ઝડપી હેટ્રિક

મહિલા ક્રિકેટરે ડેબ્યૂ મેચમાં રચ્યો ઈતિહાસ, ટી-20મા એક પણ રન આપ્યા વગર ઝડપી હેટ્રિક

0
661

નેપાળની મહિલા ક્રિકેટર અંજલી ચંદે પોતાની ડેબ્યૂ મેચમાં જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.નેપાળના પોખરામાં ચાલી રહેલી 13માં દક્ષિણ એશિયાઈ રમતમાં 24 વર્ષીય અંજલીએ માલદીવની ટીમ વિરૂદ્ધ 13 બોલમાં એક પણ રન આપ્યા વગર 6 વિકેટ પોતાના નામે કરી છે. અંજલિના નામે હવે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટની સર્વશ્રેષ્ઠ બોલરનો રેકોર્ડ પણ દર્જ થઈ ગયો છે. અંજલીએ 2.1 ઓવરની બોલિંગમાં બે મેઇડનની સાથે એક પણ રન આપ્યા વગર ખેલાડીઓને 0 પર પવેલિયન મોકલી દીધા છે.

અંજલીએ પોતાની બોલિંગ દરમિયાન છેલ્લા ત્રણ બોલમાં હેટ્રિક પણ પોતાના નામે કરી હતી. અંજલીએ મલેશિયાની માસ એલીસાના સર્વશ્રેષ્ઠ બોલરનો રેકોર્ડ તોડ્યો છે,જેણે છ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. પુરૂષ ક્રિકેટમાં હાલમાં જ ભારતના ફાસ્ટ બોલર દીપક ચહર સર્વશ્રેષ્ઠ બોલીંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેમણે બાંગ્લાદેશની વિરુદ્ધ ટી-20 મેચમાં સાત રન આપીને છ વિકેટ લીધી હતી જેમાં હેટ્રિક વિકેટ પણ શામેલ હતી.

પોખરામાં રમાયેલી મેચમાં માલદીવની ટીમ 10.1 ઓવરમાં માંત્ર 16 રન ફટકારી આઉટ થઈ ગઈ હતી. જવાબમાં નેપાળે એક વિકેટ ગુમાવ્યા વગર પાંચ બોલમાં જ 17 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

‘PM નરેન્દ્ર મોદી’થી ’કબીર સિંહ’, 2019માં આ ફિલ્મો પર થયો વિવાદ