Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં દેશમુખ સામે CBI તપાસ ચાલુ રહેશેઃ સુપ્રીમ કોર્ટનો ઉદ્ધવ સરકારને આંચકો

મહારાષ્ટ્રમાં દેશમુખ સામે CBI તપાસ ચાલુ રહેશેઃ સુપ્રીમ કોર્ટનો ઉદ્ધવ સરકારને આંચકો

0
16

સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર સરકાર અને અનિલ દેશમુખ બંનેની અરજી ફગાવી દીધી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને આંચકો આપી દીધો. કોર્ટે રાજ્યની અઘાડી સરકાર અને તેના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અરજી ફગાવી (Anil Deshmukh CBI probe) દીધી. બંનેએ 100 કરોડની વસુલાતના આરોપની CBI તપાસના બોમ્બે હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. તેથી અનિલ દેશમુખ સામે સીબીઆઇ તપાસ ચાલુ રહેશે.

આ કેસમાં મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ પર 100 કરોડ રુપિયાનો વસુલાતનો ટાર્ગેટ આપ્યાનો આરોપ મૂક્યો છે. સચિને આરોપ મૂક્યો છે કે ધરપકડ કરાયેલા  સચિન વઝે સહિતના રાજ્યના પોલીસ અધિકારીઓને અનિલ દેશમુખે બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રુપિયાની વસુલાત કરવાનો ટાર્ગેટ આપ્યો છે. જેની સીબીઆઇ તપાસ થવી જોઇએ.

આ મામલે જસ્ટિસ સંજય કિશન અને હેમંત ગુપ્તાની સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુરુવારે સુનાવણી બાદ કહ્યું કે,

” આ મામલો મોટા હોદ્દા પર બેસેલા બે લોકોનો છે. લોકોનો વિશ્વાસ જળવાઇ રહે, તેથી નિષ્પક્ષ તપાસ  (Anil Deshmukh CBI probe)જરુરી છે. અમે હાઇકોર્ટના આદેશમાં દખલ નહીં કરીએ. તેમજ સીબીઆઇ દ્વારા કરાઇ રહેલી પ્રાથમિક તપાસ ચાલુ રહેશે.”

આ પણ વાંચોઃ ‘ગે’ વકીલ સૌરભ કિરપાલને મોદી સરકાર હજુ પણ જજ બનાવવા માગતી નથી

દેશમુખ વતી સિબ્બલ, સરકાર વતી મનુ શિંઘવીએ પેરવી કરી

બેન્ચે મહારાષ્ટ્ર સરકાર અને દેશમુખની અરજીઓ પર સુનાવણી કરી. ઇનિલ દેશમુખ વતી કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર હતા. જ્યારે મહારાષ્ટ્ર સરકાર વતી એભિષેક મનુ સિંઘવી હતા.

ચુકાદા પહેલાં કપિલ સિબ્બલે કહ્યું કે હું ઇચ્છુ છું કે સુપ્રીમ કોર્ટ આ નિયમ બનાવી દે કે મોટા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ કોઇ બીજી મોટી હસ્તી સામે આરોપ મૂકે તો તેની સીધી તપાસ થાય. જવાબમાં જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે આવી સ્થિતિ ન આવે, જ્યાં DGP ગૃહમંત્રી પર આરોપ લગાવે.

બોમ્બે હાઇકોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો હતો

નોંધનીય છે કે અગાઉ બોમ્બે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ દીપાન્કર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીની બેન્ચે ગત સોમવારે સીબીઆઇને તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એજન્સી ગત મહિને મુંબઇના પૂર્વ પોલીસ કમિશનરના પત્રમાં ઉઠાવેલા મુદ્દાની 15 દિવસમાં પોતાની પ્રારંભિક તપાસ પુરી કરે. આ ચુકાદાના થોડા કલાકમાં જ દેશમુખે ગૃહમંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું અને ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચોઃ ઇમરાન ખાને રેપ માટે બોલૂવૂડને જવાબદાર ઠેરવતા પૂર્વ પત્નીઓએ લીધો ઊધડો

લોકોમાં વિશ્વાસ કેળવવા CBI તપાસ જરુરીઃ હાઇકોર્ટ

બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં સીબીઆઇની તપાસ લોકોના મૌલિક અધિકારોની સુરક્ષા અને તેમનામાં વિશ્વાસ જાળવવા જરુરી છે. તેની સાથે જ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઇ તપાસનો આદેશ (Anil Deshmukh CBI probe) આપી દીધો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat