Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અનિલ અંબાણીની આવી હાલત કેમ થઇ ગઇ? ક્યા ગઇ કરોડો રૂપિયાની સંપત્તિ?

અનિલ અંબાણીની આવી હાલત કેમ થઇ ગઇ? ક્યા ગઇ કરોડો રૂપિયાની સંપત્તિ?

0
3445

અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યૂનિકેશન્સના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપી દીધુ છે. રિલાયન્સ કમ્યૂનિકેશન્સ ખરાબ હાલતમાં હતી તેને જોઇને આવી જ અટકળો લગાવવામાં આવી રહી હતી.અંબાણીની સાથે છાયા વિરાની,રાયના કરાની,મંજરી કક્કડ અને સુરેશ રંગચરને પણ નિદેશક પદથી રાજીનામું આપી દીધુ છે.

મુકેશની જિયો અર્શ પર અનિલની આરકોમ ફર્શ પર

આરકોમે બીએસઈને જણાવ્યું કે, ડાયરેક્ટર અને સીએફઓના પદ પરથી શ્રી મણિકાંતન વી પાછલા મહીને રાજીનામુ આપી ચુક્યા છે. આ બધા જ રાજીનામાથી કંપનીની કમિટી ઓફ ક્રેડિટર્સની સામે રાખવામાં આવશે, ઈ-સપ્ટેમ્બર ત્રીમાસિકમાં 30,142 કરોડનુ નુકશાન થયું છે. કોઈ પણ ભારતીય કંપની આ બીજુ મોટુ ત્રીમાસિક નુકશાન છે.એજીઆર મામલે બાકીની રકમ ભરવા માટે 28,314 કરોડ રૂપિયાનું પ્રોવિજનિંગ કરવાના કારણે આટલુ નુકશાન થયું છે. અંતે રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની આ હાલત કેવી રીતે થઇ અને અનિલ અંબાણી પોતાના એડીએજી ગ્રુપ સાથે સતત આર્થિક રીતે ઘણા નબળા કેવી રીતે બની ગયા? જ્યારે તેમના ભાઇ મુકેશ અંબાણીની જિયો દુનિયાની સૌથી મોટી ઝડપથી આગળ વધનારી ટેલીકોમ કંપનીમાંથી એક બની ગઇ છે.

સંપત્તિના મામલે હવે અનિલ મુકેશના મુકાબલામાં કઇ નથી

ભારે રોકાણ અને કોમ્પિટીશનને કારણે રિલાયન્સ કોમ્યૂનિકેશન્સનું દેવુ 47,000 કરોડ રૂપિયા પહોચી ગયુ છે.

સપ્ટેમ્બર 2016માં મુકેશ અંબાણીની કંપની જિયોની એન્ટ્રી આરકોમની સરખાણીએ સારી સાબીત થઈ હતી. આરકોમે બેંકો પાસેથી લગભગ 47 હજાર કરોડ રૂપિયાનું દેવુ લીધુ છે. આટલુ મોટું દેવુ ભરવા માટે પોતાની સંપત્તીઓને વહેચવામાં અસફળ રહેવા પર કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)ની મુંબઈ બેંચમાં દેવાળુ અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો.

સ્વીડિશ ટેલીકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્શનના ઉપકરણ નિર્માતા એરિક્શન પાછલા વર્ષમાં આરકોમના એનસીએલટીમાં ધકેલવામાં આવ્યા હતા. એરિક્શનનો આરોપ હતો કે, આરકોમે તેને ખરીદવામાં આવેલા ઉપકરણોના 550 કરોડ રૂપિયા ચુકવ્યા નથી.

આ વચ્ચે અનિલ અંબાણી ગ્રુપની નાણાકીય કંપનીઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. જ્યારે આ વચ્ચે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝના શાનદાર રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. ટેલીકોમ કંપનીની વાત કરીએ તો રિલાયન્સની જિયોએ રિલાયન્સ જિયોને સપ્ટેમ્બર ત્રીમાસિકમાં 900 કરોડનું ચોખ્ખો નફો કમાયા હતા. જિયો સતત આઠમાં ત્રીમાસિકમાં નફો કમાયા છે.

રિલાયન્સ જિયોની પાસે 35 કરોડ સબ્સક્રાઈબર છે અને આ દુનિયામાં સૌથી તેજીથી ગ્રોથ કરતી સૌથી મોટી ટેલીકોમ કંપનીઓમાંની એક છે. તેની સરખાણીમાં અનિલ અંબાણીની સ્થિતિ આવી થઈ ગઈ છે કે, તે દેવામાં ફસાઈને પોતાની કંપનીના ડાઈરેક્ટર પદ પરથી રાજીનામુ આપવુ પડ્યું છે.

મંદીના માહોલમાં પણ આ 4 કારોની માંગ યથાવત, ઓટો સેક્ટરમાં તોડ્યો રેકોર્ડ