Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અનિલ અંબાણી પર મુશ્કેલીઓનો પહાડ, વેર-વિખેર થઈ રહ્યું છે સામ્રાજ્ય

અનિલ અંબાણી પર મુશ્કેલીઓનો પહાડ, વેર-વિખેર થઈ રહ્યું છે સામ્રાજ્ય

0
778

અનિલ અંબાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કેર અને ઈક્રા જેવી રેટિંગ એજન્સીઓએ અનિલ અંબાણીવાળા રિલાયન્સ ગ્રુપની ત્રણ એનબીએફસી કંપનીઓની રેટિંગ ઘટાડી દીધી છે. આ સાથે જ રિલાયન્સ કોમ્યૂનિકેશન દેવાળું ફુકે તેની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે. રિલાયન્સ કોમ્પૂનિકેશને નાદારીને રોકવા માટે NCLTમાં દાખલ કરેલી પોતાની અપીલ પરત લઈ લીધી છે.

ઈક્રા અને કેર રેટિંગ એજન્સીઓએ રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સની રેટિંગ રવિવારે ઘટાડી દીધી. ઈક્રાએ આ પહેલા રિલાયન્સ કેપિટલના કોમર્શિયલ પેપર્સની ડાઉનગ્રેડિંગ કરી દીધી હતી.

રેટિંગ એજન્સીઓને લાગી રહ્યું છે કે, અનિલ અંબાણીની ફાયનાન્સિયલ સર્વિસ કંપનીઓ માટે પોતાનું દેવું ચૂકવી શકશે નહી. આની પણ સ્થિતિ IL&FS અને DHFL જેવી થઈ શકે છે.

રિલાયન્સ કોમ્યૂનિકેશનની દેવાળું ફુકવાની પ્રક્રિયા શરૂ થશે

આ વચ્ચે અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યૂનિકેશનને નાદાર જાહેર કરવાની પ્રક્રિયા ટૂંકમાં શરૂ થશે. નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)એ આરકોમની અપીલને સ્વીકાર કરીને આ આદેશ આપ્યો છે.

રિલાયન્સ કોમ્યૂનિકેશને પાછલા વર્ષ મે મહિનામાં ટેલીકોમ ઉપકરણ બનાવનાર કંપની એરિક્સનની અરજી પર એનસીએલટીના આદેશને પડકાર આપ્યો હતો. જોકે, તે પછી ફેબ્રુઆરી 2019માં પોતાનું દેવું પૂરૂ કરવા માટે એસેટ વેચવામાં નિષ્ફળ રહ્યાં બાદ જાતે જ નાદારી જાહેર કરવાનું ઓપ્શન પસંદ કર્યું છે.

મુકેશ અંબાણીએ ચૂકવ્યું અનિલ અંબાણીનું 550 કરોડ રૂપિયા દેવું

આનાથી પહેલા એરિક્સન મામલાઓમાં અનિલ અંબાણીને મોટા ભાઈ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જેલ જવાથી બચાવી લીધા હતા. રિલાયન્સ કોમ્યૂનિકેશન પર સ્વીડનની કંપની એરિક્સનના લગભગ 550 કરોડ રૂપિયા દેવું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો આ દેવું ચૂકવ્યું ના હોત તો અનિલ અંબાણીને જેલમાં જવું પડ્યું હોત. અનિલ અંબાણીએ સાચા સમયે મદદ કરવા પર પોતાના મોટા ભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.