Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ફાંકડુ અંગ્રેજી બોલતી યુવતીએ ગાંધીનગરના આળસુ બાબુઓનું પાણી ઉતારી દીધું

ફાંકડુ અંગ્રેજી બોલતી યુવતીએ ગાંધીનગરના આળસુ બાબુઓનું પાણી ઉતારી દીધું

0
214

વિદેશથી આવેલી યુવતી આધાર કાર્ડમાં સુધારા માટે 3 દિવસથી ધક્કા ખાતી હતી

ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને અરજદારોને વારંવાર ધક્કા ખવડાવવાની માનસિકતા ભારે પડી. ફાંકડુ અંગ્રેજી બોલતી વિદેશથી રિટર્ન એક યુવતી (Angry young lady)એ બાબુઓનું પાણી ઉતારી દીધુ. આ યુવતી આધાર કાર્ડ (Aadhaar card correction) માં નજીવા સુધારા માટે ત્રણ દિવસથી ધક્કા ખઆઇ રહી હતી. આખરે યુવતીએ કચેરીમાંથી જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા આખુ તંત્રને દોડતું થઇ ગયું હતું.

અટક સુધારવા માટે કરી હતી અરજી

મળેલી વિગતો મુજબ ગત મંગળવારે બપોરે બે વાગ્યાના સમયે વિદેશથી પરત આવેલી એક યુવતી (Angry young lady)કોર્પોરેશનની ઓફિસ પહોંચી હતી. તેણે અધિકારીઓ સમક્ષ આધારમાં અટક સુધારવા માટે અરજી કરી હતી. પરંતુ ત્રણ દિવસ બાદ પણ તેની અરજીનો નિકાલ આવ્યો નહીં. અધિકારીઓ તેને ધક્કા ખવડાવતા હતા. આ યુવતીની ઓળખ છુપાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ સૈફ અલી ખાન ફરી બન્યો પિતા, કરીનાએ બીજા પુત્રને આપ્યો જન્મ

યુવતીએ ફેસબુક લાઇવનો સહારો લીધો

અનેક રજૂઆતો છતાં પોતાનું કામ થતું ના હોવાથી તેણે સોશિયલ મીડિયા પર પોતાની રજૂઆત કરવાનો નિર્ણય કર્યો. આખરે યુવતીએ કચેરીના બીજા માળેથી ફેસબૂક લાઈવ કરીને પોતાની ફરિયાદ કરી હતી.

લિવિંગ સર્ટિ સિવાય કોઇ પુરાવા નહતા

પોતાના આધાર કાર્ડમાં નામ સુધરાવવા ઈચ્છતી યુવતી (Angry young lady)પાસે લીવિંગ સર્ટિફિકેટ સિવાય અન્ય કોઈ પુરાવો નહોતા. તેથી તેને મુશ્કેલીઓ પડી રહી હતી. છેવટે તે બહુ કંટાળી ગઇ અને અધિકારીઓને પાઠ ભણાવવાનો તેણે નિર્ણય લીધો હતો.

અધિકારીઓ યુવતીને મનાવવા લાગ્યા

મોર્ડન દેખાતી અને ફાંકડું અંગ્રેજી બોલતી યુવતી સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ કરવા પહોંચી જતા અધિકારીઓ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અને મહિલાને કચેરીની શાખ બચાવવા માટે સમજાવવાની કોશિશો શરુ કરવામાં આવી હતી. આ પછી મહિલાએ પોતાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ અનુરાગ કશ્યપની દીકરીને મળી રેપની ધમકી, અંડરવિયરની તસવીર પોસ્ટ કરતા લોકોએ રેટ પૂછ્યો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat