Gujarat Exclusive > રાજનીતિ > આંધ્ર પ્રદેશ: પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ અને તેમના પુત્ર નજરબંધ

આંધ્ર પ્રદેશ: પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ અને તેમના પુત્ર નજરબંધ

0
601

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશ સહિત તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અનેક નેતાઓને બુધવારે સવારે નજરબંધ કરવામાં આવ્યા છે. બન્ને નેતાઓ પોતાના સમર્થકો સાથે સરકારના વિરોધમાં પોતાના આવાસ પર સવારે 8 વાગ્યાથી ભુખ હડતાલ પર બેઠા હતા. પોલીસ તંત્રએ અટમાકુર સહિત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ધારા 144 લાગુ કરી છે.

નાયડુને મીડિયા સાથે મળવાની મંજૂરી નથી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે, આ લોકતંત્ર માટે કાળો દિવસ છે. વહીવટી તંત્રએ ચંદ્રબાબુ સિવાય તેમના અનેક સમર્થકોને પણ નજરબંધ કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ચંદ્રબાબુ અને તેમના સમર્થકો પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ચંદ્રબાબુએ એક દિવસીય ભુખ હડતાળની અપીલ
ચંદ્રબાબુએ જગન રેડ્ડી પર રાજનીતિક હિંસા કરવાનો આરોપ લાગાવતા વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના સમર્થકોને બુધવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વિરોધ કરવા માટે પોતપોતાના વિસ્તારમાં ભુખ હડતાલ પર બેસવાની અપીલ કરી હતી. આ સાથે જ TDPએ “ચલો અટમાકુર”નો નારો પણ આપ્યો હતો. ચંદ્રબાબુએ જગનમોહની પાર્ટી પર TDP સમર્થકોની હત્યાનો આરોપ લગાવ્યો છે.

શશી થરૂરે કોંગ્રેસ પાર્ટીને આઈનો બતાવ્યો, મોદી વિશે શું બોલી ગયા?