Gujarat Exclusive > દેશ-વિદેશ > આંધ્ર પ્રદેશમાં 5મીં મેથી 14 દિવસ માટે આંશિક કરફ્યુ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

આંધ્ર પ્રદેશમાં 5મીં મેથી 14 દિવસ માટે આંશિક કરફ્યુ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

0
26

વિશાખાપટ્ટનમ: જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેરે સમગ્ર દેશમાં તબાહી મચાવી રાખી છે. પ્રતિદિન મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે, જેના કારણે મરણનો આંકડો પણ સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે દેશના અનેક રાજ્યોમાં લૉકડાઉન અને કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. કોવિડ માટેની ગાઈડલાઈન્સનું પણ સખ્તીથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાના કારણે હવે આંધ્ર પ્રદેશમાં પણ આંશિક કરફ્યૂ લગાવવામાં આવી રહ્યું છે. Andhra Pradesh Curfew

આંધ્ર પ્રદેશ મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ રાજ્યમાં આગામી 5મીં મેથી 14 દિવસો માટે આંશિક કરફ્યુનું એલાન કર્યું છે. આંશિક કરફ્યૂ દરમિયાન કામ વિના બિનજરૂરી ઘરેથી બહાર નીકળવાની મંજૂરી નહીં મળે. અતિ આવશ્યક કારને બાદ કરતાં તમામ કામો પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરતા પકડાશે, તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:  કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની દીકરીનું હાર્ટ એટેકથી નિધન Andhra Pradesh Curfew

જણાવી દઈએ કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા પહેલા જ ધોરણ 11 અને 12ની પરીક્ષાઓ ટાળવામાં આવી હતી. સ્થિતિ સામાન્ય થવા પર આ પરીક્ષાઓને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોથી આંધ્ર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશની અંદર કોરોનાના 3,68,147 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 23,920 કેસો માત્ર આંધ્ર પ્રદેશના છે. Andhra Pradesh Curfew

આંધ્ર પ્રદેશમાં હાલ કોરોનાના 1,43,178 એક્ટિવ કેસો છે. રાજ્યમાં એક જ દિવસની અંદર આ મહામારી 83 દર્દીઓને ભરખી ચૂકી છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 11.45 લાખને પાર પહોંચ્યો છે. જ્યારે 8,136 દર્દીઓ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat