Gujarat Exclusive > દેશ-વિદેશ > આંધ્રની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં 14 દર્દીના મોત થતાં હોબાળો

આંધ્રની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં 14 દર્દીના મોત થતાં હોબાળો

0
27

જિલ્લા કલેક્ટરે ઓકિસજનને કારણે દર્દીઓનાં મોતના આરોપ નકાર્યા, અફવા ફેલાવનારા સામે તપાસ

અનંતપુરઃ આંધ્ર પ્રદેશની એક સરકારી હોસ્પિટલમાં ગઇ કાલે શનિવારે 14 કોરોના દર્દીના મોત  (Andhra 14 Corona patient Death) નીપજતા હોબાળો મચ્યો છે. લોકોનો આરોપ છે કે ઓક્સિજનની અછતને કારણે આ લોકોનાં જીવ ગયા. જ્યારે જિલ્લા કલેકટરે આરોપનો પાયાવિહોણા ગણાવ્યા છે. આ ઘટના અનંતપુરના સરકારી હોસ્પિટલની છે.

ઘટના બાદ અનંતપુરના જોઇન્ટ કલેક્ટર નિશાંતકુમારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પછી જણાવ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાય અંગે અફવા ફેલાવનારા સામે તપાસ શરુ કરી દેવાઇ છે. નિશાંત કુમારે જણાવ્યું કે

“અમારી ટીમે હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરી. અમે વોર્ડની મુલાકાત પણ લીધી. એટલું જ નહીં દરેક લાઇન અને વાલ્વની સારી રીતે તપાસ કરી, તેમાં કોઇ લિકેજ નથી. ઓક્સિજન પ્લાન્ટનું પ્રેશર પણ બરોબર છે. સપ્લાયમાં કોઇ ખામી નથી.”

આ પણ વાંચોઃ કોરોનામાં વિશ્વના 50 દેશોના સરવાળા કરતા ભારતનો એક દિવસનો આંકડો વધુ

એક દિવસમાં મોતની સંખ્યા વધારેઃ જોઇન્ટ કલેક્ટર

જોઇન્ટ કલેક્ટર નિશાંતકુમારે કહ્યું કે શનિવારે થયેલા મોતથી ઓક્સિજનને કોઇ નિસ્બત નથી. કુલ 15ના મોત (Andhra 14 Corona patient Death)થયા અને જેમના પણ જીવ ગયા. તે બધાની વય વધુ હતી. તેમને પહેલાંથી જ શ્વાસ સંબંધિત બીમારીઓ હતી. તેથી આ મોત ઓક્સિજનને કારણે થયા તે કહેવું યોગ્ય નથી. દુર્ભાગ્યથી મોતની સંખ્યા વધુ હોવાની વાત સાચી છે. પરંતુ તે ઓક્સિજનની અછતને કારણે થયા નથી. તેમાંથી મોટાભાગને ડાયાબિટિઝ, હાર્ટ પ્રોબ્લેમ અને કાર્ડિયાક એટેક જેવી સમસ્યા હતી.

શનિવારે સવારે વીડિયોમા તંત્ર પર આરોપ

અનંતપુરના જિલ્લા કલેકટર ગંધમ ચંદ્રડૂએ જણાવ્યું કે

“શનિવારે એક વીડિયો બનાવવામા આવ્યો. તેમાં જિલ્લા તંત્રને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. મારી પાસે આવો કોઇ મેસેજ નથી. કેટલાક લોકો જાણ જોઇને ડરનો માહોલ બનાવી રહ્યા છે. અમે તેની તપાસ કરી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.” Andhra 14 Corona patient Death

આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન, 5મીં મેથી બધુ રહેશે બંધ

(નોંધઃ તસવીર પ્રતિકાત્મક છે)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat