Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આનંદીબેન પટેલે અયોધ્યામાં ફસાયેલા ગુજરાતી ભાવિક ભક્તોની કરી મદદ, ઉમિયા મંદિર ટ્રસ્ટે માન્યો આભાર

આનંદીબેન પટેલે અયોધ્યામાં ફસાયેલા ગુજરાતી ભાવિક ભક્તોની કરી મદદ, ઉમિયા મંદિર ટ્રસ્ટે માન્યો આભાર

0
1574

આનંદીબેન પટેલે લોકડાઉનને કારણે ઉત્તર પ્રદેશમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ કરતા ઉમિયા મંદિર ટ્રસ્ટે તેમણો આભાર માન્યો છે.

વૈશ્વિક મહામારી સંદર્ભે ભારત ભરમાં લાગુ લોકડાઉનને કારણે ગુજરાતના 136 જેટલા ભાવિકજનો અખંડ રામધુન માટે લોકડાઉન પહેલા અયોધ્યા ગયા હતા. લોકડાઉનને કારણે તેમણે અયોધ્યામાં રોકાઇ જવુ પડ્યુ હતું. લોકડાઉનની પરિસ્થિતિને કારણે ગુજરાતના 136 નાગરિકોને પોતાના વતન પરત પહોચાડવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે મંજુરી આપી યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી. આ સરાહનીય કાર્ય બદલ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા આનંદીબેન પટેલનો આભાર માનવામાં આવ્યો હતો.

આનંદીબેન પટેલ ગુજરાતીઓની વહારે આવ્યા

રાજ્યના અલગ અલગ વિસ્તારના 300 જેટલા લોકો ગોકુલ, મથુરા, વૃંદાવનમાં ફસાયા હતા. આ મામલે લોકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેથી સરકારે તેઓની રજૂઆત સાંભળી તમામ લોકોને તેમના વતન રવાના કરી દીધા હતા. જો કે, ફસાયેલા તમામ લોકો મંગળવાર સુધીમાં ગુજરાતમાં પરત ફરશે. આનંદીબેન પટેલ હાલ યુપીના રાજ્યપાલ છે. તે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા. એ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગુજરાતમાં શિક્ષણમંત્રી સહિતના મહત્વની જવાબદારીઓ નીભાવી ચુક્યા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના રિપોર્ટ 15: લાખો બેરોજગારો વચ્ચે સરકારી ભરતીઓ અટકશે, આ વર્ષે ભરતી થવાની સંભાવના નહીવત