Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે અજાણ્યા વાહનની ઠોકરે અજાણી મહિલાનું કમકમાટીભર્યું મોત

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે અજાણ્યા વાહનની ઠોકરે અજાણી મહિલાનું કમકમાટીભર્યું મોત

0
1

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના, નાની વાવડી ગામે જુના માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે અજાણી મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકથી પાંચ કિમી દુર આવેલ કાલાવડ-જામનગર હાઇવે રોડ પર,નાની વાવડી ગામના જુના માર્ગ સામે રોડની બાજુમાંથી અકસ્માતમાં ઘવાયેલ મહીલા મળી આવી હતી.

ગત તા. ૪/૧૨ના રોજ સવારે દશ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીના ગાળા દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી, આશરે ૫૦ થી ૫૫ વર્ષ વાળી મહિલાને હડફેટે લઇ, તેણીને કપાળમાં તથા જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોચાડી હતી. દરમિયાન તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

દરમિયાન તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જો કે હજુ સુધી તેણીની ઓળખ થઇ નથી. હાલ પોલીસે મૃતદેહનું પીએમ કરાવી, મૃતદેહ જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવી દીધો છે. જેની ઓળખ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat