Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવા બાબતે લીધો મહત્વપુર્ણ નિર્ણય

શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવા બાબતે લીધો મહત્વપુર્ણ નિર્ણય

0
1587

રાજયમાં બાળકોના પ્રવેશને લઈ શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. તમામ પ્રાથમિક શાળાઓમાં હવેથી 6 વર્ષની ઉંમર ઘરાવનારા બાળકોને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. રાજય સરકાર દ્વારા તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. આરટીઈ એક્ટમાં કરેલાં ફેરફાર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો

રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં શિક્ષણને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 1 જૂનના રોજ બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23માં કોઈ પણ બાળક જેણે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય તેને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધીના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધી રાજ્યમાં 5 વર્ષ સુધીના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. પણ ત્યાર બાદ 2023-24થી 6 વર્ષ પૂર્ણ કરેલ બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરી

કોરોના કેરના કારણે દેશમાં લોકડાઉન અમલમાં છે. જો કે, હવે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પણ આ વચ્ચે યુનિવર્સિટીની પરીક્ષાઓ ક્યારે યોજવી આ બાબતને લઇને તંત્ર અસમંજસમાં હતો. કોરોના કાળ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે નહીં એ વિશે વિચારણા કરવામા આવી રહી હતી. હવે ભારે ચર્ચા વિચારણા પછી યુનિવર્સિટીની પરીક્ષાને લઇને યુનિવર્સિટી વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની પરીક્ષા હવે 2જી અને 13મી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે.

સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સુનાવણી પૂર્ણ કરી, 9મી જૂને નિર્ણય