Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય, ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવાની કરી જાહેરાત

CM રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય, ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવાની કરી જાહેરાત

0
654

કોરોનાના વધતા પ્રકોપના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક પગલા લેતા સમગ્ર દેશને 21 દિવસ સુધી લોકડાઉન કર્યુ છે. લોકડાઉનના કારણે રોડ કમાઈને ખાતા લોકોને મુશ્કેલી પડી શકે છે. તેને ધ્યાનમાં લેતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ગરીબ પરિવારોને 21 દિવસ સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. તેમના આદેશનું પાલન1 એપ્રિલથી કરવામાં આવશે. 1 એપ્રિલથી રેશનકાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે. જેનો લાભ કારીગરો, ગરીબ, શ્રમજીવી સહિત કુલ સવા ત્રણ કરોડ લોકોને મળશે.

1લી એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પર વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘંઉ, 1.50 કિલો ચોખા તથા કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ મફતમાં આપવામાં આવશે. કોરોનાના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ મળતા કોરોના સંક્રમણ દર્દીઓની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં 21 દિવસની તાળાબંધીનો અસરકારક અમલ, જાહેરનામા ભંગની 490 ફરિયાદ