Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં 5G ટેસ્ટિંગ પર બેન લગાવવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ

ભારતમાં 5G ટેસ્ટિંગ પર બેન લગાવવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ

0
93

નવી દિલ્હી: ભારતમાં 5G ઇન્ટરનેટ ટાવર પરિક્ષણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીને વકીલ એપી સિંહે દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ભારત સહિત આજે વિશ્વભરમાં 5G નેટવર્કનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 5G નેટવર્ક ધરતી માટે એક મોટો ખતરો છે પરંતુ મોબાઇલ કંપનીઓએ 5જી સ્માર્ટફોન વેચવાનું શરૂ કરી દીધુ છે.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે 5G ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓની ગુપ્તતા માટે સૌથી મોટો ખતરો છે. ઉપયોગકર્તાઓના ડેટા આસાનીથી હેક પણ થઇ શકે છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યુ છે કે નેધરલેન્ડમાં પરીક્ષણ દરમિયાન હજારો પક્ષીઓના અચાનક મોત થઇ ગયા હતા, હેગ શહેરમાં 5G નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન લગભગ 300 પક્ષીઓના મોત થયા હતા, જેમાંથી 150 પક્ષીઓનું ટેસ્ટિંગ થયા બાદ મોત થયા હતા.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2018માં ચીની કંપની હુવાવેએ ગુરૂગ્રામ, હરિયાણામાં 5જી ઇન્ટરનેટ ટેસ્ટિંગ કર્યુ હતું. જેમાં કહેવામાં આવ્યુ કે 5G નેટવર્કની ટેકનિકમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી કેન્સરનો પણ ખતરો રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન મોબાઇલ રેડિએશનથી મહિલાઓની સાથે સાથે બાળક પર પણ અસર પડે છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે 5G નેટવર્ક આતંકીઓ માટે મદદગાર હશે અને દેશની સુરક્ષા માટે પણ મોટો ખતરો છે.

મહત્વપૂર્ણ છે કે આજકાલ તમામ ટેલિકોમ કંપનીઓ 5G ટેસ્ટિંગ પર ભાર આપી રહી છે. એરટેલ, જિયો અને વોડાફોન-આઇડિયા સતત તેની ટેસ્ટિંગ પર કામ કરી રહી છે. જિયોએ તાજેતરમાં 57123 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. જેને લઇને કંપનીએ 22 સર્કલમાં સ્પેક્ટ્રમ ખરીદ્યુ છે. રિલાયન્સ જિયોએ તરફથી ખરીદવામાં આવેલા સ્પ્રેક્ટમનો ઉપયોગ 5G સર્વિસ આપવા માટે પણ કહેવામાં આવ્યુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat