આણંદ: અમૂલના MD પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના આર.એસ.સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધુ છે. નવા MD તરીકે જયેન મહેતાની નિમણૂંક કરવામાં આવી છે.
Advertisement
Advertisement
આર.એસ.સોઢી 12 વર્ષથી MD હતા જે 2 વર્ષથી એક્સટેન્શન પર હતા. આર.એસ.સોઢીએ જ્યારે MD તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે અમૂલનું ટર્ન ઓવર જૂન 2010માં 8 હજાર કરોડ રૂપિયા હતુ જે વધીને અત્યારે 61 હજાર કરોડ રૂપિયા થઇ ગયુ છે.
નવા MD જયેન મહેતા કોણ છે?
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે જયેન મહેતાની ફેબ્રુઆરી 2022માં નિમણૂંક થઇ હતી. MD પછી COOની પોસ્ટ બીજા નંબરની ગણાય છે. જોકે, હવે આર.એસ. સોઢીના રાજીનામા પછી જયેન મહેતાને MD તરીકેનો ચાર્જ સોપાયો છે. જયેન મહેતા 32 વર્ષથી અમૂલ સાથે જોડાયેલા છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી, આણંદના ઇન્ચાર્જ એમડી તરીકે સેવા આપી છે. જયેન મહેતા સરદાર વલ્લભભાઇ યૂનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે.
Advertisement