ગાંધીનગર: અમૂલ લુઝ ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજથી લાગુ થયો છે. 1 કિલો ઘી પર 28 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. 15 કિલો ઘીના ડબ્બા પાછળ 420 રૂપિયાનો વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે 4 ફેબ્રુઆરીએ પણ ભાવ વધારવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
અમૂલ લુઝ ઘીના ભાવમાં વધારો
એક મહિનામાં અમૂલ લુઝ ઘીમાં કિલોએ 39 રૂપિયા અને ડબ્બે 585 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં એક કિલોમાં 11 અને 15 કિલોમાં 165 રૂપિયા વધારવામાં આવ્યા હતા. હવે ફરી 1 માર્ચે જ ઘી પર કિલોએ 28 રૂપિયા અને 15 કિલો ઘીના ડબ્બા પર 420 રૂપિયાનો વધારો થયો છે.
ગ્રાહકોને 1 કિલોના રૂપિયા 669 રૂપિયા ચુકવવા પડશે જ્યારે 15 કિલો ઘીના ડબ્બા પર 10 હજાર 35 રૂપિયા ચુકવવા પડશે.
Advertisement