Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 150 AMTS બસના પૈડા નહીં થંભે, મિટીંગમાં કરાયો નિર્ણય

150 AMTS બસના પૈડા નહીં થંભે, મિટીંગમાં કરાયો નિર્ણય

0
109
  • 150 બસોનો કોન્ટ્રાકટ બે માસના બદલે છ માસ માટે લંબાવાયો

  • એ.એમ.ટી.એસ.ની મિટીંગમાં કરાયો નિર્ણય

  • ચુંટણીને લઇને આ નિર્ણય કરાયો હોવાની ચર્ચા

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત AMTSમાં ત્રણ બસ કોન્ટ્રાક્ટરોની મુદ્દતમાં કોરોનાને અનુલક્ષીને બે માસની મુદ્દતના બદલે 6 મહિનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જમાલપુર ટ્રાન્સપોર્ટ ખાતે કોરોના સંક્રમિત થયેલા કર્મચારીઓના મામલે પણ કેટલીક મહત્વની ચર્ચા AMTS કમિટિમાં થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 કોન્ટ્રાક્ટરની આ 150 બસો છ વર્ષ કરતાં વધારે જુની હોવા છતાં પણ રસ્તા પર દોડશે.

અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્રારા વર્ષ 2014/ 15માં ખાનગી ઓપરેટરો પાસેથી 150 ડિઝલ મીડી બસો મેળવી હતી. જેનો કોન્ટ્રાક્ટનો સમયગાળો છ વર્ષનો હતો. જેની મુદ્દત સપ્ટેમ્બરમાં પુરી થતી હતી. જેથી હાઇપાવર કમિટીના નિર્ણય મુજબ અર્હમ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.નો 50 મીડી બસોનો કોન્ટ્રાકટ તા.17મી સપ્ટેમ્બરથી તથા મેં. ચાર્ટડ સ્પીડ પ્રા.લી.નો 50 મીડી બસોનો કોન્ટ્રાકટ તા. 27મી સપ્ટેમ્બરથી તથા મેં ટાંક બસ ઓરેશન્સ પ્રા.લી.નો 50 મીડી બસોનો કોન્ટ્રાક્ટ 18 સપ્ટેમ્બરથી વધુ બે માસ માટે લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જો કે તાજેતરમાં મળેલી AMTSની કમિટીની મિટીંગમાં આ ત્રણેય કોન્ટ્રાકટરની બસોની મુદ્દત ત્રણ મહિનાના સ્થાને છ મહિના માટે લંબાવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Love Sex Aur dhokha: પ્રેમિકાની પ્રેમી સામે રેપની ફરિયાદ, યુવકની માતાનો યુવતીના પિતા પર છેડતીનો આક્ષેપ

AMTSમાં ઉપલબ્ધ બસો તેમની 50 ટકા કેપેસીટી સાથે ચલાવવામાં આવે છે. તેવા સંજોગોમાં જો મ્યુનિ.ની 150 બસો રોડ પરથી હટાવી લેવામાં આવે તો મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે. એટલું જ નહી પણ આગામી દિવસોમાં જો ચૂંટણી જાહેર થાય તો પછી આચારસંહિતાના કારણે ટેન્ડરીંગની કાર્યવાહી થઇ શકે તેમ નથી. આ તમામ બાબતો ધ્યાને લઇ મુદ્દતમાં 6 માસનો વધારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: નર્મદા: કોરોના દર્દીના પુત્રએ કોવિડ હોસ્પિટલ માથે લીધી, તબીબો સાથે અણછાજતું વર્તન

આ ઉપરાંત AMTS કમિટિમાં કર્મચારીઓને કોરોના સંક્રમણ થયું હોય તો તેવા કર્મચારીઓને મ્યુનિ.ની યોજના હેઠળ આર્થિક લાભ મળવા પાત્ર છે કે કેમ? તે બાબતે તેમ જ નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સ્ટાફ માટે તથા બસના પ્રવાસીઓ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે અંદાજીત 10 લાખની મર્યાદામાં ખરીદ કરવાની સત્તા ટ્રાન્સપોર્ટ મેનેજરને આપવાની પણ ચર્ચા થઇ હતી.