Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: AMTS બસે સર્જ્યો અકસ્માત, મહિલાને અડફેટે લેતા મોત

અમદાવાદ: AMTS બસે સર્જ્યો અકસ્માત, મહિલાને અડફેટે લેતા મોત

0
154

અમદાવાદ: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બસો અવાર નવાર અકસ્માત સર્જતી રહે છે. AMTS બસે એક મહિલાને અડફેટે લેતા તેનું મોત થયુ હતું. લાલ દરવાજાથી કાલુપુર રૂટની AMTS બસે મામલતદાર ઓફિસ પાસે રાહદારી મહિલાને અડફેટે લેતા મોત થયુ હતું.

શહેરના કાલુપુરથી લાલ દરવાજા તરફ આવતી બસ નંબર GJ-01-FT-0958 મામલતદાર ઓફિસના વળાંકમાં પ્લેટફોર્મ નંબર-1ની સામે સ્નાનાગર જવાના મુખ્ય માર્ગ પર એક રાહદારી મહિલાને અડફેટે લીધી હતી. બસની ટક્કર વાગતા જ મહિલા રોડ પર પડી ગયા હતા અને બસનું પાછળનું ડાબી બાજુની ટાયર તેમણા પગ ઉપર ફરી વળ્યુ હતું. જેને કારણે ચંપાદેવી વળકીયા નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. બનાવની જાણ થતા જ લોકોને ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો: ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા 13 જેટલી 108ની ટીમ સ્ટેન્ડબાય રહેશે

અમદાવાદમાં હરતુ ફરતુ મોતનું વાહન

શહેરમાં AMTS-BRTS બસની ટક્કરથી અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. AMTS બસમાં અનેક વખત ખામી સર્જાયાથી અકસ્માત થયો હોવાના પણ બનાવ બન્યા છે. તાજેતરમાં જ BRTS બસના અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદમાં બસ અકસ્માતની વાત કરીએ તો 14 વર્ષમાં AMTSના 223 નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.

5 વર્ષમાં AMTSના બસ અકસ્માત

વર્ષ 2015થી 2020 દરમિયાન 466 વાહન ચાલકોને ટક્કર મારી હતી જેમાંથી 8 લોકોના મોત થયા હતા. વર્ષ 2019-20માં AMTS બસ દ્વારા 43 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9