હમણાં હમણાં અમૃતપાલ સિંહના પટીયાલામાં હોવાના વાવડ પંજાબ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે મળ્યા હોવાની બાતમી મળી છે. જો કે પંજાબ પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જ વાત કરી નથી. બે દિવસ પહેલાં જ પંજાબ પોલીસને ચકમો આપીને ફરાર અમૃતપાલ હાલમાં પંજાબમાં જ હોવાનું મનાય છે. સીસીટીવી ફૂટેજમાં અમૃતપાલ જેવું જ જેકેટ અને મોબાઈલ હોવાની માહિતી બહાર આવી છે.
ખાલિસ્તાની ચળવળને ઓપ આપવા ‘વારીસ પંજાબ દે’ગૃપ ચલાવનાર અમૃતપાલે સફેદ રુમાલ અને હાથમાં બેગ લઈને જઈ રહ્યો હોવાની માહિતી પંજાબ પોલીસને પટીયાલાના એક સીસીટીવી કેમેરા થકી મળી છે.
Advertisement
Advertisement
Advertisement