ગુજરાતના અમરેલીથી સાયકલ પર દિલ્હી પહોંચેલા ભાજપના કાર્યકર્તા ખેમચંદે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, હું તેમની વિનમ્રતા અને ઉત્સાહથી પ્રભાવિત થયો છું.
ઉલ્લેખનીય છે કે, ખેમચંદભાઈએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2019માં જો ભાજપ 300થી વધારે બેઠકો જીતશે, તો તે અમરેલીથી દિલ્હી સુધી સાયકલ પર જશે. તેમણે પોતાની બાધા પૂરી કરીને જણાવ્યું તે, તેમની સાયકલ યાત્રા દરમિયાન મને અનેક અનુભવો થયા.
Met the exceptional Khimchandbhai from Amreli, Gujarat.
Khimchandbhai decided that if BJP wins 300+ seats, he would cycle from Amreli to Delhi. He kept his word and am told that his cycle journey has drawn several admirers.
I was deeply impressed by his humility and passion. pic.twitter.com/jtfDggCsHv
— Narendra Modi (@narendramodi) July 3, 2019
ખેમચંદે જણાવ્યું કે, મેં સંકલ્પ કર્યો હતો કે, જો ભાજપ લોકસભા ચૂંટણીમાં વિજય મેળવશે તો હું તેમને શુભેચ્છા આપવા માટે સાયકલ લઈને દિલ્હી જઈશે. ગુજરાતથી દિલ્હી સુધીનું લાંબું અંતર કાપતા મળે 17 દિવસનો સમય લાગ્યો. મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું કે, તમે અદ્દભૂત સાહસ દાખવ્યું છે. હું પરમ દિવસે ગૃહમંત્રી અમિત શાહને મળવાનો છું.
જણાવી દઈએ કે, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન વિધાનસભાની 4 બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ કમળ ખીલ્યું હતું. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જો કે ત્યાં તેમણે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના કાર્યકર્તા સાયકલ પર દિલ્હી જનારા ખેમચંદ અને પરેશ ધાનાણી બન્ને અમરેલીથી છે.