Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > #Breaking: અમરેલીના પ્રોબેશનર IPS સુશીલ અગ્રવાલનો કોરોના પોઝિટિવ

#Breaking: અમરેલીના પ્રોબેશનર IPS સુશીલ અગ્રવાલનો કોરોના પોઝિટિવ

0
1472

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: ગુજરાત કેડરના 2018 બેન્ચના પ્રોબેશનર આઇપીએસ અમરેલીના તાલીમી એએસપી સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

ગુજરાતના આઇપીએસ અધિકારીમાં અમરેલીના તાલિમી આઇપીએસ સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી અમરેલી જિલ્લામાં સૌથી ઓછા કોરોના પોઝિટિવના કેસો છે. ગુજરાતના મોટાભાગના તમામ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવના કેસો આવતા હતા તે વખતે અમરેલી જિલ્લો કોરોના પોઝિટિવથી બાકાત હતો પરંતુ લોકડાઉન હળવુ થયા બાદ
અમરેલી જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના કેસો બહાર આવ્યા છે.

અમરેલીના તાલિમી આઇપીએસ 2018 બેન્ચના સુશીલ અગ્રવાલને તાલિમ માટે હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડમીમાં (NPA) તાલીમ માટે જવાનું હતું તે માટે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. ગઇકાલે તેમણો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે તેમણો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં ઘણા બધા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ અંગે ભાવનગર રેન્જના આઇજી અશોક યાદવે જણાવ્યુ હતું કે આઇપીએસ સુશીલ અગ્રવાલ 20 મેના રોજ અમરેલીથી ગાંધીનગર કરાઇ અને ત્યારબાદ સુરત બંદોબસ્તમાં ગયા હતા. ત્યા જતા કોરોના પોઝિટિવ આવ્યો છે.

#Column: સરકાર અસવાર અને અધિકારીઓ ઘોડા, અત્યારે ખોટા અસવાર ઘોડા પર બેઠા છે અને ઘોડાઓ થોડા સમયમાં તેમને પાડશે