અમરેલી જિલ્લાના બાબરામાં મહિલા પીએસઆઈએ પથારણાવાળી ગરીબ મહિલા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે લાઠીઓ ફટકારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમરેલી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમરેલીના બાબરામાં દર બુધવારે બજાર લાગે છે અને એ બજારમાં રસ્તી અને સારી વસ્તુઓ મળતી હોવાના કારણે લોકોની ત્યા વધારે ભીડ જોવા મળે છે. જો કે, પોલીસ સવારે માર્કેટ બંધ કરાવવા માટે પહોંચી હતી. તે દરમિયાન મહિલા પીએસઆઈ દિપીકા ચૌધરીએ ગરીબ પથારણાવાળી મહિલા પર બેફામ લાઠીચાર્જ કર્યો હતો.
આ પણ વાંચો: શીતલ આઇસ્ક્રીમનો માલિક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસના સકંજામાં ધરાયો
જો કે, આ બજારમાં પથારણું લગાવી ગરીબ મહિલાઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હોય છે અને આવામાં મહિલા પોલીસે લાઠીચાર્જ કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતાની સાથે અમરેલી જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક મહિલા પીએએસઆઈને સસ્પનેડ કરવાના આદેશ આપ્યા છે.
આ વીડિયોને લઈ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યુ- ‘રાવણ રાજનો આભાસ’
અમરેલીના બાબરામાં મહિલા પીએસઆઈએ ગરીબ મહિલાઓ પર ડંડા વરસાવ્યા હોવા મામલે પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતું ટ્વીટ કર્યું છે. ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે કમલમને અનેક કાર્યક્રમો થાય છે ત્યારે સરકારી તંત્ર ‘મૂક’ અને લાચાર બને છે.
આ મામલે પરેશ ધાનાણીએ ‘રાવણ રાજનો આભાસ’ના હેડિંગ સાથે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે…
‘મંદી અને મોંઘવારી’ અપાર,
વધી બેરોજગારી ભારોભાર,
છે બાબરાનુ બુધવારી બજાર,
થયો ગરીબની હાટડીએ વાર,
મહિલાઓને ખવડાવ્યો માર,
કર્યો ખુદ પોલીસે અત્યાચાર,
કમલમના કાર્યક્રમે થાય ‘ટોળા’ અપાર,
તોય સરકારી તંત્ર બને “મૂક ને લાચાર”,
શું જનતા ઓગાળશે સરકારી અહંકાર?