- મોદી લહેર વચ્ચે અમરાવતીથી અપક્ષ જીતી હતી નવનીત રાણા Navneet Rana Love Story
- સ્વામી રામદેવના આશ્રમમાં નવનીતને મળ્યો લાઈફ પાર્ટનર, ધારાસભ્ય અને સાંસદની રસપ્રદ છે લવસ્ટોરી
નવી દિલ્હી: મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળવાનો કેસ મહારાષ્ટ્ર સરકાર માટે માથાનું દુખાવો બની ગયો છે. આ દરમિયાન અમરાવતીના સાંસદ નવનીત કૌરે આરોપ લગાવ્યો છે કે, તેમને શિવસેના સાંસદ અરવિંદ સાવંતે ધમકી આપી છે. Navneet Rana Love Story
નવનીત કૌરે સંસદમાં સચિન વજેના મુદ્દે ઉગ્ર દલીલો રજૂ કરી હતી. જો કે અરવિંદ સાવંતે પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા છે. નવનીત પહેલા પણ આરોપ લગાવી ચૂકી છે કે, શિવસેના વિરુદ્ધ સંસદમાં બોલવા પર તેમને ધમકીભરેલા પત્રો મળ્યા છે.
નવનીત કૌરનો જન્મ મુંબઈમાં જ થયો છે. 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ નવનીતે મોડલિંગ શરૂ કર્યું હતું. નવનીત કન્નડ, મલયયામલ અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નવનીત કૌરની મરાઠી, પંજાબી, તેલુગુ, હિન્દી અને અંગ્રેજી પર ખૂબ જ સારી પક્કડ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, નવનીત કૌરને યોગ પ્રત્યે ખૂબ જ લગાવ છે. નવનીતની પોતાના પતિ રવિ રાણા સાથે પ્રથમ મુલાકાત પણ બાબા રામદેવના આશ્રમમાં જ થઈ હતી. જ્યારે બન્ને એક યોગ શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: સાંસદ ડેલકર સુસાઈડ કેસમાં ભાજપ નેતાઓને ફસાવવા માંગતા હતા દેશમુખ: પરમવીર સિંહ Navneet Rana Love Story
વર્ષ 2011માં નવનીતે અમરાવતીની બડનેરા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા રવિ રાણા સાથે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને યોગગુરુ બાબા રામદેવે હાજરી આપી હતી.
લગ્ન બાદ નવનીત કૌરે રાજકારણમાં પગ મૂકયો અને વર્ષ 2014માં NCPની ટિકિટ પર ચૂંટણી લડી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો. જે બાદ વર્ષ 2019માં અપક્ષ તરીકે ચૂંટણી લડી અને તેમને કોંગ્રેસ અને NCPનું સમર્થન મળ્યુ. જેમાં વિજેતા થતા નવનીત અમરાવતીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. નવનીતે અહીં શિવસેનાના કદ્દાવર નેતા આનંદરાવ અડસૂલને હરાવ્યા હતા. Navneet Rana Love Story
આ વર્ષે જ ફેબ્રુઆરીમાં નવનીત કૌરે ફરિયાદ દાખલ કરી હતી કે, કોઈએ નોર્થ એવન્યુ સ્થિત તેમના ફ્લેટ પર ધમકી ભરેલો પત્ર છોડ્યો છે. જેમાં લખ્યું છે કે, જો તે સંસદમાં શિવસેના વિરુદ્ધ કંઈ બોલશે, તો તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે. નવનીત રાણાએ આશંકા વ્યક્ત કરી હતી કે, શિવસેના નેતા સંજય રાઉત અને શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસૂલને આ પત્ર મોકલ્યો છે.