Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમરાઈવાડીમાં તોડ કરીને આરોપીઓને છોડી દેનારા PSI સહિત બે કૉન્સ્ટેબલ સસ્પેન્ડ

અમરાઈવાડીમાં તોડ કરીને આરોપીઓને છોડી દેનારા PSI સહિત બે કૉન્સ્ટેબલ સસ્પેન્ડ

0
51

અમદાવાદ: અમરાઈવાડી સ્થિત ચાચાનગરની ચાલી વિમલ એસ્ટેટની બાજુમાં અમરાઈવાડીના પીએસઆઈ સહિત બે કોન્સ્ટેબલે દારૂની રેડ પાડી હતી. જેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે પીએસઆઈ અને કોન્સ્ટેબલે ભેગા મળીને આરોપી પાસેથી મોટો તોડ કરીને આરોપીને છોડી દઈ કોઈ કાર્યવાહી કરી ન હતી. PSI suspended

અન્ય પોલીસ કર્મીઓને પોતાનો ભાગ ન મળતા બીજા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા વહીવટદારને જાણ થતાં સ્થાનિક અધિકારીઓ ને જાણ કરતા મામલો બહાર લાવવામાં આવ્યો હતો. જે બાદ DCPએ PSI અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.

અમરાઈવાડી વિસ્તારમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સી.પી.રાવ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિમલકુમાર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સજ્જનસિંહ ગત તારીખ 29 મીએ અમરાઈવાડી વિસ્તારની ચાચાનગરની ચાલી વિમલ એસ્ટેની બાજુમાં દારૂ અંગેની રેડ પાડી હતી. આ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સહીતનો મુદ્દામાલ મળી આપ્યો હતો. PSI suspended

આ પણ વાંચો:  ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની વરણી, મુરલી ક્રિષ્ણનનું લેશે સ્થાન PSI suspended

પીએસઆઈ સી પી રાવ અને બંન્ને કોન્સ્ટેબલોએ ભેગા મળીને મોટા પૈસા લીધા હતા અને આરોપી સામે કોઈ કાર્યવાહી કર્યા વગર જવા દીધા હતા. જોકે સ્થાનિક અધિકારી અને વહીવટદાર જનકને પૈસા ન મળતા આ અંગે ડીસીપી સુધી મામલો પહોંચ્યો હતો. આખરે ડીસીપીએ આ અંગે ઇન્કવાયરી આપી પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat