Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમરાઈવાડીમાં જાહેરમાં યુવકને 9 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમરાઈવાડીમાં જાહેરમાં યુવકને 9 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

0
120

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્વ અમરાઈવાડી વિસ્તારમાં રાબિયા બીબીની ચાલી પાસે કેટલાક અસામાજિક તત્વોએ 32 વર્ષના યુવાનને ક્રૂરતા પૂર્વક રહેંસી નાખ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, યુવકને તીક્ષ્ણ હથિયાર વડે 9 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. હત્યાને અંજામ આપી તમામ હત્યારાઓ ફરાર થઈ ગયા છે. આ ઘટના બનતા જ આ વિસ્તારની તમામ દુકાનો બંધ થવા લાગી હતી અને લોકો સ્તબ્ધ બની ગયા હતા.

અંગત અદાવત કે અન્ય કોઈ રકઝક બાબતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે હાલ અમરાઇવાડી વિસ્તારમાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવા પોલીસ સક્રિય બની છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat