Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘કર્ણાટક પૂર વખતે PM મોદી ક્યાં હતાં’ બંગાળની મુલાકાત પાછળ માત્ર ચૂંટણી જવાબદારઃ કોંગ્રેસનો કટાક્ષ

‘કર્ણાટક પૂર વખતે PM મોદી ક્યાં હતાં’ બંગાળની મુલાકાત પાછળ માત્ર ચૂંટણી જવાબદારઃ કોંગ્રેસનો કટાક્ષ

0
291

બેંગલુરૂઃ ચક્રવાતી વાવાઝોડું અમ્ફાનથી તબાહી મચી ચૂકેલ એવાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેવા આજે પીએમ મોદી શુક્રવારનાં રોજ સવારનાં કોલકાતા એરપોર્ટ પહોંચ્યાં હતાં. જ્યાં તેમનું મમતા બેનર્જીએ સ્વાગત કર્યુ અને બાદમાં પીએમ મોદી અને મમતા બેનર્જીએ હવાઇ નિરીક્ષણ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

પીએમ મોદી અને મમતા બેનર્જીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી બંગાળને રૂ. 1,000 કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અમ્ફાન વાવાઝોડાને કારણે રાજ્યમાં 80 લોકોનાં મોત થયાં છે. જો કે આ મામલે મમતા બેનર્જીએ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને કહ્યું કે 1 લાખ કરોડનાં નુકસાન સામે માત્ર 1,000 કરોડનું જ પેકેજ જાહેર કર્યુ.

મહત્વનું છે કે આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યાં બાદ ટ્વિટ કરતા કર્ણાટક કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કરતા પીએમ મોદીને ડબલ સ્ટાન્ડર્ડ વાળાં કહ્યાં અને આરોપ લગાવ્યો કે બંગાળમાં ચૂંટણી વર્ષ હોવાંને કારણે પીએમ મોદીએ અહીં મુલાકાત કરી. સોશિયલ મીડિયા પર શુક્રવારનાં રોજ કર્ણાટક કોંગ્રેસે ગયા વર્ષે કર્ણાટકમાં આવેલી વિનાશકારી આફતની યાદ અપાવતા પીએમ મોદી પર ડબલ સ્ટાન્ડર્ડ વલણ અપનાવ્યાનો આરોપ લગાવ્યો.

પોતાનાં ટ્વિટમાં કોંગ્રેસ પાર્ટીનાં પ્રદેશ એકમે કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળનાં વાવાઝોડાંથી પ્રભાવિત વિસ્તારો સાથે અમે મજબૂતીથી ઉભાં છીએ. અમે પ્રધાનમંત્રી મોદીનાં આ ડબલ સ્ટાન્ડર્ડ વલણની નિંદા કરીએ છીએ. તેઓએ સર્વેક્ષણ માટે પશ્ચિમ બંગાળની મુલાકાત કરી પરંતુ તેઓ કર્ણાટક ક્યારેય ના આવ્યાં કે જ્યારે ગયા વર્ષે દક્ષિણી રાજ્યમાં પૂર આવ્યું હતું અને જેમાં 91 લોકોનાં મોત થયાં હતાં.’

કર્ણાટકમાં પણ આવ્યું હતું ભયાનક પૂર
કોંગ્રેસે વધુમાં એમ પણ જણાવ્યું કે, બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી થાય પરંતુ અહીં પણ લોકો પીડિત છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં આવેલા ભયાનક પૂરથી કર્ણાટકનાં અંદાજે 2 હજાર 798 ગામડાંઓ, 103 તાલુકાઓ અને 22 જિલ્લાઓ પ્રભાવિત થયાં હતાં. અંદાજે 7 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં. 91 લોકોનાં મોત થયાં હતાં. પ્રદેશની બીજેપી સરકારે પૂર દરમ્યાન જ સત્તા સંભાળી હતી. ત્યારે વિપક્ષી દળ કોંગ્રેસની આકરી નિંદા બાદ કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાની સહાય રકમ રાજ્ય માટે રજૂ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ ગુરુવારનાં રોજ પ્રધાનમંત્રી મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંનાં નુકસાનને જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 72 લોકોનાં મોત થયા છે. ત્યારે મે અને અહીંના લોકોએ આજ દિન સુધી ક્યારેય આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે. ઉલ્લેખનીય છે કે આજે સવાર સુધીમાં અમ્ફાન વાવાઝોડાના કારણે 80 લોકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અંદાજે 1,00,000 કરોડનાં નુકસાનની ભીતિ છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

Cyclone Amphan: હવાઇ નિરીક્ષણ બાદ PM મોદીએ કરી રૂ. 1,000 કરોડનાં રાહત પેકેજની જાહેરાત